SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પર, ૫૩-૫૪ કારણથી જો આ રીતે પણ સ્થિત હોતે છતે પ્રતિપન્ન યતિધર્મવાળાઓ વડે પણ પરિગ્રહ કરાય છે, તેથી=પરિગ્રહકરણથી, યતિધર્મ=સાધુધર્મ, પ્રપંચ છે=વિડંબના છે, ગાથામાં વિર્ય શબ્દ વિકાર અર્થવાળો છે અને તે અવધારણ અર્થ આગળ સંબંધ કરાશે, પ્રપંચ જ છે, ત્યાં સંબંધ કરાશે અથવા તેનાથી=પરિગ્રહથી, જો યતિધર્મ નથી=પરિગ્રહના સંવિધાનથી નિવર્તિતપણું હોવાથી અર્થાત્ યતિધર્મ નાશ પામેલ હોવાથી તેનો અભાવ જ છે=યતિધર્મનો અભાવ જ છે, હું એ પ્રમાણે વિતર્ક કરું છું, એ નનુ શબ્દનો અર્થ છે, તો શું છે ? એથી કહે છે – પ્રપંચ જ છે=વેષતા પરાવર્તનથી લોકને ઠગવાની ક્રિયા છે. પરા. ભાવાર્થ : વળી પરિગ્રહના વધ-બંધન આદિ અનેક દોષો છે, છતાં તે પરિગ્રહને જો મહાત્મા ધારણ કરતા હોય તો યતિધર્મ પ્રપંચ છે, તેથી એ ફલિત થાય કે જે યતિઓ ધર્મના ઉપકરણથી અધિક ઉપાધિ આદિ કે અન્ય પ્રકારના પરિગ્રહો ધારણ કરે છે, તેઓને સાક્ષાત્ વધ-બંધ આદિની પ્રાપ્તિ થાય નહિ, તોપણ તે પરિગ્રહ, તે તે પ્રકારના નિમિત્તમાં વધ-બંધાદિનું કારણ થાય છે, તે પ્રત્યક્ષ છે અને તેવા પરિગ્રહને પોતે ધારણ કરે છે, તેથી તેઓનો સાધુભાવ વેશપરાવર્તન દ્વારા લોકને ઠગવાની ક્રિયારૂપ છે, તેથી સાધુએ ધર્મના ઉપકરણથી અધિક પરિગ્રહ રાખવો જોઈએ નહિ, એટલું જ નહિ, પણ ભક્તિવાળા શ્રાવકો પ્રત્યે આ મારા પ્રત્યે ભક્તિવાળા છે ઇત્યાદિ મમત્વ પણ ધારણ કરવું જોઈએ નહિ, અન્યથા તે સર્વ પરિગ્રહરૂપ થવાથી યતિધર્મનો વિનાશ પ્રાપ્ત થશે. આપણા અવતરણિકા : तदनेन बाह्यग्रन्थत्यागं प्रतिपाद्याऽधुनोपलक्षणत्वेन कुलाभिमानरूपान्तरग्रन्थत्यागार्थमिदमाहઅવતરણિકાર્ય : તે કારણથી આના દ્વારા=પૂર્વના કથન દ્વારા, બાહ્ય ગ્રંથના ત્યાગનું પ્રતિપાદન કરીએ=અંતરંગ ગ્રંથના કારણભૂત બાહ્ય ગ્રંથના ત્યાગનું પ્રતિપાદન કરીને, હવે ઉપલક્ષણપણું હોવાથી=બાહ્ય ગ્રંથના ત્યાગનું અંતરંગ ગ્રંથત્યાગ ઉપલક્ષણપણું હોવાથી, કુલ અભિમાનરૂપ અંતરંગ ગ્રંથના ત્યાગ માટે આને કહે છે – ગાથા : किं आसि नंदिसेणस्स, कुलं ? जं हरिकुलस्स विउलस्स । आसी पियामहो सु-चरिएण वसुदेवनामो त्ति ॥५३।। विज्जाहरीहिं सहरिसं, नरिंददुहियाहिं अहमहंतीहिं । जं पत्थिज्जइ तइया, वसुदेवो तं तवस्स फलं ।।५४।।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy