________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૨
૨૦૩
ગાથા :
भोगे अभुंजमाणा वि, केई मोहा पडंति अहरगई ।
कुविओ आहारत्थी, जत्ताइ जणस्स दमगो व्व ।।१२२।। ગાથાર્થ :
ભોગોને નહિ ભોગવતા પણ કેટલાક મોહથી અધોગતિમાં પડે છે, જેમ આહારનો અર્થી દ્રમક યાત્રામાં લોકો ઉપર કુપિત થયેલો અધોગતિમાં પડ્યો. II૧૨IL ટીકા -
भोगान् शब्दादीनभुजाना अपि अननुभवन्तोऽपि केचित्प्राणिनो मोहादज्ञानात्पतन्ति यान्ति अधरगतिं नरकमित्यर्थः, कुपितः क्रुद्ध आहारार्थी भोजनप्रार्थको यात्रायामुत्सवे जनस्योपरि द्रमकवद् रङ्क इवेत्यक्षरार्थः । कथानकमधुना
राजगृहे महोत्सवे गते वैभारगिरिसमीपमुद्यानिकायां लोके भिक्षामलभमानः कश्चिद्रकः श्रुत्वा रक्षकेभ्यो गतस्तत्रैव । तत्रापि प्रमत्ततया लोकस्याऽलब्धभक्ष्यस्य जातोऽस्य तीव्रः कोपः, चूर्णयाम्येनं सर्वं दुरात्मानं जनमिति चिन्तयंश्चटितः पर्वतं, खनित्रेणोन्मूलितो गण्डशैलः, तेन च पतता प्रवर्धमानरौद्रध्यानश्चूर्णितो गतः सप्तमनरकपृथिवीं, लोकस्तु नष्ट इति ।।१२२।। ટીકાર્ય -
મો . નખ રૂતિ શબ્દાદિ ભોગોને નહિ ભોગવતા પણ=નહિ અનુભવતા પણ, કેટલાક પ્રાણીઓ મોહથી=અજ્ઞાનથી, અધરગતિને=નરક ગતિને, પ્રાપ્ત કરે છે, આહારનો અર્થી=ભોજનની પ્રાર્થના કરનારા, યાત્રામાંsઉત્સવમાં, લોકો ઉપર કુપિત થયેલા દ્રમુકની જેમ=કની જેમ, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે કથાનક છે –
રાજગૃહમાં મહોત્સવમાં ગયેલો લોક હોતે છતે ભિક્ષાને નહિ પ્રાપ્ત કરતો કોઈક રંક આરક્ષકો પાસેથી સાંભળીને વૈભારગિરિ પાસેની ઉદ્યાનિકામાં જ ગયો. ત્યાં પણ લોકના પ્રમત્તપણાથી નહિ પ્રાપ્ત કરેલી ભિક્ષાવાળા આને તીવ્ર કોપ થયો. આ સર્વ દુરાત્મા લોકોને ચૂર્ણ કરી નાખું, એ પ્રમાણે વિચારતો પર્વત ઉપર ચડ્યો, કોદાળા વડે મોટો પથ્થર ઉખાડાયો અને પડતા એવા તેના વડે=પથ્થર વડે, વધતા રોદ્ર ધ્યાનવાળો ચૂર્ણ કરાયેલો સાતમી નરકમાં ગયો. વળી લોકો નાસી ગયા. //૧રર. ભાવાર્થ :
પૂર્વમાં વિવેકી જીવો વિવેકને અતિશય કરવા માટે કઈ રીતે દઢ પ્રતિજ્ઞામાં રહે છે, તે કામદેવના દૃષ્ટાંતથી બતાવ્યું, હવે જેઓને વિવેક પ્રગટ્યો નથી, તેવા જીવો પાપના ઉદયને કારણે ભોગોને પ્રાપ્ત