SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૭-૯૮ ૧૬૪ ગાથાર્થ : અનુવર્તકો વિનીતો બહુ ક્ષમાવાળા ગુરુમાં નિત્ય ભક્તિવાળા ગુરુકુલવાસી અમોચકા, આ રીતે સુશીલ શિષ્યો ધન્ય છે. II૯૭ ટીકા ઃ अनुवर्तका अनुकूलवृत्तयो, विनीताः कृत्यकारिणो, बहुक्षमा नीरोषाः, नित्यं भक्तिमन्तो गुरौ सदान्तःकरणप्रतिबद्धाः, चशब्दः समुच्चये, गुरुकुलवासिनः स्वगुरुगच्छसेविनः, श्रुतग्रहणार्थमाचार्यान्तरान्तिकं गताः पुनरमोचका ग्रन्थसमाप्तावपि न झटिति तं मुञ्चन्ति, धन्याः पुण्यभाजः शिष्या विनेया इत्येवं सुशीला भवन्ति, स्वपरयोः समाधिजनकत्वादिति । । ९७ ।। ટીકાર્ય : अनुवर्तका બનત્વાવિત્તિ ।। અનુવર્તકો=અનુકૂળ વૃત્તિવાળા, વિનીત=કૃત્યને કરનારા, બહુ ક્ષમાવાળા=રોષ વગરના, નિત્ય ભક્તિવાળા=ગુરુના વિષયમાં સદા અંતઃકરણથી પ્રતિબદ્ધ, ચ શબ્દ સમુચ્ચયમાં છે, ગુરુકુલવાસીઓ=સ્વગુરુના ગચ્છને સેવનારા શ્રુતગ્રહણ માટે આચાર્યંતર અર્થાત્ અન્ય આચાર્ય પાસે ગયેલા, ફરી અમોચકા=ગ્રંથ સમાપ્ત થયે છતે પણ શીઘ્ર તેમને નહિ મૂકનારા−તે આચાર્યાંતરને મૂકતા નથી, ધન્ય=પુણ્યશાળી, શિષ્યો=વિનેયો આ પ્રકારે સુશીલ થાય છે; કેમ કે સ્વપરની સમાધિનું જનકપણું છે. ૯૭।। ભાવાર્થ : જે શિષ્ય ગુણવાન ગુરુને પ્રાપ્ત કર્યા પછી ગુણવાન ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ કરનારા છે, વિનયવાળા છે=ગુરુનાં ઉચિત કૃત્યો વિવેકપૂર્વક કરનારા છે, કૃત્યો કરતી વખતે ક્યારેય રોષાદિ કરનારા નથી, પરંતુ ક્ષમાના પરિણામવાળા છે, ગુણવાન ગુરુમાં સદા અંતઃકરણથી પ્રતિબદ્ધ છે અર્થાત્ આ ગુણવાન ગુરુ મારા સંસારના ક્ષયનું કારણ છે; કેમ કે તેમનાં સંવેગપરાયણ વચનોથી મારામાં સદા સંવેગની વૃદ્ધિ થાય છે, તેથી મારા સર્વ કલ્યાણનું એક કારણ છે, એ પ્રકારે સ્વસંવેદનથી જણાતું હોવાને કારણે ગુણવાન ગુરુ પ્રત્યે ભક્તિવાળા છે. વળી એવા ગુણવાન ગુરુના કુળમાં વસનારા છે, વળી વિશેષ જાણવા માટે અન્ય કોઈ આચાર્ય પાસે ગયા હોય તોપણ જેવો ગ્રંથ સમાપ્ત થાય કે તરત તેમને મૂકે નહિ, પરંતુ તેમની પાસે રહીને ઔચિત્યપૂર્વક ભક્તિ કરે અને ઉચિતકાળે સ્વગચ્છમાં આવે, આવા સુંદર શીલવાળા શિષ્યો ધન્ય છે; કેમ કે આ પ્રકારે સર્વ ઉચિત આચરણા કરીને પોતાના ચિત્તની સમાધિ પ્રાપ્ત કરે છે અને તેના ઉચિત વર્તનથી ગુરુને પણ સમાધિની વૃદ્ધિ થાય છે. II૯૭॥ અવતરણિકા : किमियन्तो गुणा मृग्यन्त इत्याशङ्क्य तेषां माहात्म्यमाह
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy