SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૦-૪૧ કે સુંદર ઉદ્યાનાદિમાં નિવાસનો અધિકાર નથી, પરંતુ સંયમની વૃદ્ધિ થાય એવાં સ્થાનોમાં જ વસવાનો અધિકાર છે, આથી જ કહે છે – જો સુંદર આહારાદિમાં અધિકાર નથી, તો સાધુને શેમાં અધિકાર છે ? એથી કહે છે – નિર્લેપભાવની વૃદ્ધિ થાય એ પ્રકારના તપાદિ અનુષ્ઠાનમાં સાધુને અધિકાર છે; કેમ કે તપાદિના સેવનથી આત્માની જે ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય છે, તે જ પરમાર્થથી સાધુનું ધન છે. II૪ના અવતરણિકા : कथमेतद् गम्यते इत्याहઅવતરણિકાર્ય - કેવી રીતે આ=સાધુને ધર્મકાર્યોમાં અધિકાર છે, સુંદર આહારદિમાં નથી, એ જણાય ? એથી કહે છે – ગાથા : साहू कंतारमहाभएसु अवि जणवए वि मुइअम्मि । अवि ते सरीरपीडं, सहति न लयंति य विरुद्धं ॥४१॥ ગાથાર્થ : સાધુ અટવીમાં અને રાજાના યુદ્ધોરૂપી મહાભયોમાં પણ વિરુદ્ધ-અનેષણીય ગ્રહણ કરતા નથી, મુદિત એવા જનપદમાં પણ=સમૃદ્ધિથી યુક્ત અને ઉપદ્રવથી રહિત એવા જનપદમાં પણ વિરુદ્ધ ગ્રહણ કરતા નથી, પરંતુ તેઓ=સુસાધુઓ, શરીરની પીડાને સહન કરે છે. ટીકા : साधवः कान्तारमहाभययोरपि, कान्तारेऽटव्यां महाभयेऽपि राजविड्वरादौ वर्तमाना न लान्ति= न गृह्णन्ति, चशब्दाद् गृहीतमपि कथञ्चिन्न परिभुञ्जते विरुद्धमनेषणीयं भक्तोपध्यादिकमिति सम्बन्धः । क्व किंवत्याह-जनपद इव, मुदिते ऋद्धिस्तिमिते निर्भये वर्तमाना अपि सम्भाव्यते एव तत् ते भगवन्तः शरीरपीडां कायबाधां सहन्ते तितिक्षन्ति, अतो निश्चीयते न तेषामाहारादिषु प्रतिबन्धोऽपि तु धर्मकार्येष्वेव । शरीरपीडाग्रहणं च मानसपीडासद्भावे यतनया गृह्णतामपि भगवदाज्ञाकारित्वान्न तेषु प्रतिबन्ध इति ज्ञापनार्थमिति ।।४।। ટીકાર્ય : સાધવ ... સાપનાર્થમિતિ | સાધુઓ કાંતાર અને મહાભયમાં પણ અટવીમાં અને રાજાના યુદ્ધાદિરૂપ મહાભયમાં વર્તતા ગ્રહણ કરતા નથી, અહીં ચ શબ્દથી કોઈક રીતે ગ્રહણ કરાયેલું પણ ભોજન કરતા નથી,
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy