SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧-૨૨ ૩૧ ટીકા : ન લેવાનં .... ભાવ: | કેવલ જનરંજના નહિ, રજોહરણાદિરૂપ વેષ પણ અપ્રમાણ છે, પ્રમાણ પ્રત્યક્ષ આદિ છે, અવિદ્યમાન પ્રમાણ અપ્રમાણ છેઃકર્મબંધના અભાવ પ્રત્યે યુક્તિ વગરનું છેઃ વેષમાત્રથી કર્મબંધનો અભાવ પ્રાપ્ત થતો નથી, કોનો વેષ અપ્રમાણ છે? એથી કહે છે – અસંયમ પદોમાં=પૃથ્વી આદિ ઉપમર્દન સ્થાનોમાં, વર્તતા પુરુષનો વેષ અપ્રમાણ છે, સ્વપક્ષમાં=અસંયમ પદવાળા સાધુમાં વેષ અપ્રમાણ છે એ રૂપ સ્વપક્ષમાં, યુક્તિને કહે છે – શું પરિવર્તિત વેષવાળા પુરુષને કરાયેલા અન્ય વસ્ત્રવાળા પુરુષને, ખવાતું વિષ મારતું નથી ? અર્થાત્ મારે છે જ, તે પ્રમાણે સંક્લિષ્ટ ચિત્તરૂપી વિષ અસંયમમાં પ્રવૃત્ત પુરુષને સંસારના મારણથી મારે છે–સંસારની વિડંબનાથી મારે છે, વેષ તેનું રક્ષણ કરતો નથી. પરના ભાવાર્થ : કોઈ સાધુ સંયમનો વેષ ગ્રહણ કરે, સ્થૂલથી આવશ્યકાદિ ક્રિયાઓ કરે તો પણ જો તેનું ચિત્ત આરંભસમારંભમાં પ્રવર્તતું હોય તો તેના વેષથી તેનું રક્ષણ થતું નથી, જેમ કોઈ વિષ ભક્ષણ કરે અને વેષ પરિવર્તન કરે એટલા માત્રથી તેનું રક્ષણ થતું નથી, તેથી એ પ્રાપ્ત થાય કે જેના ચિત્તમાં બાહ્ય પદાર્થોનો સંશ્લેષ વર્તતો હોય તેઓ સાક્ષાત્ આરંભ-સમારંભ કરતા પણ હોય કે બાહ્યથી આરંભ-સમારંભનો ત્યાગ હોય તોપણ ચિત્તથી માત્ર અસંયમભાવોમાં વર્તે છે તેઓને સાધુવેષ કે સાધ્વાચારની બાહ્યક્રિયાઓ રક્ષણ કરતી નથી, પરંતુ વીતરાગના વચનથી નિયંત્રિત થયેલ ઉત્તમભાવો જ તેમનું સંસારના પરિભ્રમણથી રક્ષણ કરે છે; કેમ કે બંધ ચિત્તના પરિણામ અનુસાર છે, માત્ર વેષ કે બાહ્ય કૃત્ય અનુસાર નથી. IIII અવતરણિકા : एवं तर्हि भावशद्धिरेव विधेया, किं वेषेण ? नैतदस्ति, पृथिव्यादिरक्षणवद् व्यवहारतो वेषस्यापि भावशुद्ध्युपकारकत्वात्, तद्विकलोऽसौ अकिञ्चित्कर इत्युच्यते, तथा चाहઅવતરણિકાર્ય : આ રીતે તો ભાવશુદ્ધિ જ કરવી જોઈએ, વેષ વડે શું ? એ નથી= વેષ નિરર્થક છે' એ નથી, પૃથ્વીકાય આદિના રક્ષણની જેમ વ્યવહારથી વેષનું પણ ભાવશુદ્ધિમાં ઉપકારકપણું છે, તેનાથી રહિત=ભાવશુદ્ધિથી રહિત આ=વેષ અકિંચિત્થર છે, એ પ્રમાણે કહેવાય છે અને તે પ્રમાણે કહે છે=વેષ પણ ભાવશુદ્ધિમાં ઉપકારક છે તે પ્રમાણે કહે છે – ગાથા : धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं, रक्खइ राया जणवओय ।।२२।।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy