SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૩, ૭૪-૭૫-૭૬ કરે છે, તો કેટલીક વખત તે દોષ પરમાં લેશ પણ ન હોય, તેની સંભાવના જેવું કોઈ વર્તન ન હોય, છતાં પોતાની નીચવૃત્તિથી અસદ્ દોષનું આરોપણ કરીને લોકમાં તેનું પ્રકાશન કરે છે. આ સર્વ પ્રકારે બીજાના દોષોના પ્રકાશનની પ્રવૃત્તિ અત્યંત નિંઘ છે, કેમ નિંઘ છે ? એથી કહે છે કોઈકમાં કોઈક દોષ વિદ્યમાન ન હોય એવા દોષનું તેનામાં આરોપણ કરીને લોકમાં દુષ્ટ બતાવવાથી તેને મહાદુ:ખ થાય છે, તેથી બીજાને દુઃખ ઉત્પન્ન કરવારૂપ હિંસાની પ્રાપ્તિ થાય છે, જેથી હિંસાજન્ય કર્મબંધ થાય છે, ક્વચિત્ પોતાને અલ્પ મતિ હોવાને કા૨ણે ૫૨ના તે પ્રકારના વર્તનથી અવિદ્યમાન પણ દોષની સંભાવના કરીને તેનું બીજા પાસે કથન ક૨વાથી તેને મહાદુઃખ ઉત્પન્ન થાય છે, તેથી અન્યને દુઃખના ઉત્પાદનરૂપ ક્રિયાથી હિંસાની પ્રાપ્તિ થાય છે અને પોતાનામાં બીજાને પીડા કરવાનો ક્લિષ્ટ અધ્યવસાય હતો અને બીજાને પીડા થાય તેવા વચનને કહીને તે જીવ પોતાની તુચ્છ વૃત્તિને સંતોષવા યત્ન કરે છે, તેથી હિંસાના મહાપાપને પ્રાપ્ત કરે છે. વળી બીજામાં કોઈક દોષ વિદ્યમાન હોય તોપણ દયાળુ ચિત્તવાળા મહાત્મા તેના તે દોષના નિવારણનો ઉચિત ઉપાય વિચારે છે, પરંતુ તુચ્છ મતિવાળા પ૨પરિવાદ કરનારા જીવો તો તેના વિદ્યમાન દોષોને અન્ય પાસે કહીને તેની ખરાબ પ્રવૃત્તિને લોક આગળ વ્યાપક કરે છે, તેથી પોતાની ખરાબ પ્રકૃતિથી કંઈક લજ્જા પામીને તે મર્યાદામાં પાપ કરતો હતો તે નિર્લજ્જ થઈને પાપ કરતો થાય તે પ્રકારે તે પરપરિવાદક તેના કૃત્યનું કારણ બને છે, તેથી જેના દોષનું તે ઉદ્દ્ભાવન કરે છે, તેને અધિક દોષવાળો કરવામાં તે નિંદક પ્રબળ કારણ બને છે, તેથી પરપરિવાદી કોઈને પીડા કરવી, કોઈને દુષ્ટ બનાવવો તેવા કાર્ય કરનારો છે, માટે અતિપાપિષ્ઠ એવા તેનું મુખ પણ જોવા યોગ્ય નથી. આ પ્રકારે ઉપદેશ આપીને ગ્રંથકારશ્રી પ૨પરિવાદના પરિહાર માટે અત્યંત યત્ન કરવો જોઈએ, એમ સૂચન કરે છે, વસ્તુતઃ વિવેકી જીવે પરના દોષોને જોવા માટે આંધળા રહેવું જોઈએ, બોલવા માટે મૂંગા રહેવું જોઈએ અને સાંભળવા માટે બહેરા રહેવું જોઈએ, ફકત સહસા કોઈના દોષો દેખાય તોપણ તેનું હિત કઈ રીતે થઈ શકે તેનો વિચાર કરીને ઉચિત પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ પોતાની તુચ્છ મતિથી તે દોષોની વૃદ્ધિ કરવા યત્ન કરવો જોઈએ નહિ. II૭૩॥ અવતરણિકા : तदिदमवेत्य यादृशैर्भाव्यं तदाचिख्यासुर्हेयतया व्यतिरेकद्वारेण तावद्दुर्विनीतदोषानाहઅવતરણિકાર્ય : તે આને જાણીને=પરના અવર્ણવાદની અનર્થકારિતાને જાણીને, જેવા પ્રકારથી થવું જોઈએ તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી હેયપણાથી વ્યતિરેક દ્વારા દુવિનીતના દોષોને કહે છે ગાથા: थद्धा च्छिद्दप्पेही, अवण्णवाई सयंमई चवला । वंका कोहणसीला, सीसा उव्वेयगा गुरुणो ।।७४।। -
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy