SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૮-૯૯ ઉચિત આચરણાની આ લોકમાં પ્રશંસા થાય છે અને મૃત્યુ પછી શિષ્ટ લોકોમાં તેઓની કીર્તિ પ્રવર્તે છે અર્થાત્ આ મહાત્મા ધન્ય હતા કે જેમણે ગુણવાન ગુરુને પ્રાપ્ત કરીને પોતાનો મનુષ્યભવ સફળ કર્યો. વળી, પરલોકમાં પણ તેઓને સુદેવત્વ, સુમાનુષત્વ આદિ ગતિઓની પ્રાપ્તિ થાય છે; કેમ કે વિવેકપૂર્વક સેવાયેલો ધર્મ સદ્ગતિની પરંપરાનું એક કારણ બને છે અને જે તેવા ગુણોવાળા શિષ્ય નથી, પરંતુ સ્વમતિ અનુસાર જીવનારા છે, તેઓને જોઈને શિષ્ટ પુરુષો વિચારે છે કે ગુણવાન ગુરુને પામીને પણ આ જીવનો મનુષ્યજન્મ નિષ્ફળ છે. વળી મર્યા પછી પણ તેઓના તે પ્રકારના વર્તનને જોનારા પુરુષોથી લોકમાં તેઓની અકીર્તિ પ્રસિદ્ધ થાય છે અને અનુચિત પ્રવૃત્તિને કારણે જે પાપપ્રકૃતિ તે જીવ બાંધે છે, તેનાથી પરલોકમાં દુર્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે. ફક્ત મુગ્ધલોકોથી તેમના જીવતા છતાં કે મર્યા પછી કીર્તિ વિસ્તાર પામતી હોય, તોપણ અનુચિત કરનારાની કીર્તિ પારમાર્થિક નથી, વિડંબના માત્ર છે. જેમ નિર્ધન પુરુષને કોઈ ધનવાન પુરુષ છે, એમ કહે એટલા માત્રથી તે ધનવાન બનતો નથી, તેથી નિર્ગુણની ગુણવાનરૂપે ખ્યાતિ એ પરમાર્થથી તેઓની વિડંબના છે. II૯૮ અવતરણિકા : तदेवं सुविनेयदुर्विनेययोर्गुणदोषान् प्रतिपाद्येदानी विशेषतो दुर्विनेयदोषानेव दृष्टान्तेनाहઅવતરણિતાર્થ : આ રીતે સુશિષ્ય અને દુશિષ્યના ગુણ-દોષો બતાવીને હવે વિશેષથી દુઃશિષ્યના દોષોને દાંત દ્વારા કહે છે – ગાથા : वुड्डावासे वि ठियं, अहव गिलाणं गुरुं परिहवंति । दत्तो व्व धम्मवीमंसएण दुस्सिक्खियं तं पि ।।१९।। ગાથાર્થ : દત્તની જેમ ધર્મના વિમર્શકપણાથી કુવિકલ્પથી, વૃદ્ધાવાસમાં રહેલાનો અથવા ગ્લાન ગુરુનો પરિભવ કરે છે, તે પણ દુઃશિક્ષિત=દુષ્ટ ચેષ્ટિત છે. I૯૯ll ટીકા : इह वृद्धः क्षीणजवाबलोऽभिधीयते, तस्य आमर्यादया ऋतुबद्धवर्षाकालयोर्मासचतुर्मासाभ्यामभ्यधिकं वसनं वृद्धावासस्तस्मिन्नपि स्थितम्, आस्तामनियतविहारिणं, अथवेति पक्षान्तरद्योतकः ग्लानं रोगग्रस्तमपवादपदेषु वर्तमानमिति गम्यते, गुरुं परिभवन्ति न्यक्कुर्वन्ति मन्दबुद्ध्यः केन ? धर्मविमर्शकेन, तत्र विमर्शनं विमर्शः, कुत्सितो विमर्शो विमर्शकः धर्मे विमर्शको धर्मविमर्शक इति समासः, तेन, वयं धार्मिका निरतिचारत्वात्, अयं तु न तथा सातिचारत्वात्, एवंविधकुविकल्पेनेत्यर्थः
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy