SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૦-૭૧ દેવલોકની પ્રાપ્તિ થાય એ સંભાવના કરાય છે જ, (તોપણ) દેવની સભામાં અવકાશ નથી; (કેમ કે) પોતાના ચારિત્રના દોષને કારણે આ જીવ પરલોકમાં પણ શુભસ્થાનને પામતો નથી. II૭૦I ભાવાર્થ : ગાથા-૯૯માં કહ્યું એમ જે સાધુઓ પર પરિવાદના વ્યાપારવાળા છે, આઠ મદમાંથી કોઈક મદમાં રમી રહ્યા છે, અન્યની સમૃદ્ધિને જોઈને બળે છે, વિગ્રહ-વિવાદમાં રુચિવાળા છે, એથી પરસ્પર કલહ કરનારા છે, તેના કારણે સાધુનું સુંદર કુલ, કુલનો સમુદાય, ચતુર્વિધ સંઘ જે જિનાજ્ઞામાં સંસ્થિત છે, તેઓ વડે તેવા સાધુ બહાર કરાય છે; કેમ કે સુવિહિત કુલનો સમુદાય અને સંઘ સર્વજ્ઞના વચનાનુસાર ચાલનાર છે, તેથી તેવા સાધુઓને સમુદાયથી બહાર રાખે છે અને તેવા સાધુ ક્વચિત્ બાહ્ય તપ કરીને દેવલોકમાં જાય તોપણ કિલ્બિષિયા આદિ હલકા દેવભવને પ્રાપ્ત કરે છે, તેથી તેમને દેવસભામાં પ્રવેશ મળતો નથી અને જો તેઓ બાહ્ય તપ આદિ ન કરે તો દુર્ગતિની પરંપરાને પામે છે, તેથી પોતાના ચારિત્રના દોષથી તેઓ પરલોકમાં પણ શુભસ્થાનને પામતા નથી. II૭૦ના અવતરણિકા : तदियता मात्सर्येणाविद्यमानदोषग्राहिणो दोषोऽभिहितः, अधुना विद्यमानग्राहिणोऽपि तमाहઅવતરણિકાર્ય : તે કારણથી આટલાથી=ગાથા-૬૬થી ૬૯ સુધી વર્ણન કર્યું એટલાથી, માત્સર્યથી અવિદ્યમાન દોષગ્રાહીનો દોષ કહેવાયો, હવે વિદ્યમાતગ્રાહીના પણ દોષને કહે છે – ગાથા : जइ ता जणसंववहारवज्जियमकज्जमायरइ अन्नो । जो तं पुणो विकंथइ, परस्स वसणेण सो दुहिओ ।।७१।। ગાથાર્થ : જો જનસંવ્યવહારથી વર્જિત એવા અકાર્યને બીજો આચરે છે, તેને તે અકાર્યને, જે વળી કહે છેઃલોકો આગળ કહે છે, પરના વ્યસનથી તે દુઃખિત છે. ll૭૧II ટીકા : यदि तावदिति पूर्ववज्जनसंव्यवहारेण लौकिकप्रसिद्ध्यापि वर्जितमतिबादरत्वात्परिहतमिति समासः, किम् ? अकार्यं चौर्यपारदार्यादिकमाचरति सेवतेऽन्यः पापप्रेरितः कश्चित्परः । तदसौ तावत्स्वयंकृतेन राजकुलनयनमारणादिना व्यसनेन दुखितो भवति, यः पुनस्तदकार्यं विकत्थते जनसमक्षमुत्कीर्तयति, परस्य सम्बन्धिना व्यसनेनापद्रूपेणासौ दुःखितो निष्फलान्तस्तापभाग्भवતીર્થ પાછા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy