SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૧ निःसारयामास । ते प्रोचुः किमेवं कुरुषे ? ततः सोऽशेषं सविषादमात्मवृत्तान्तमाचचक्षे, यथार्यमङ्गुर्भवतां गुरुजिह्वादोषेन मूर्च्छया च यात ईदृशीमवस्थां तद्भवद्भिरप्येवं न विधेयं निस्पृहैर्भाव्यं मा भूदेवंविधोऽनर्थ इति वयं तु पश्चात्तापेन खेदमनुभवाम इत्युक्तत्वात् तिरोहितोऽभूदिति અક્ષરાર્થો । 309 अधुना अक्षरार्थः- पुरनिर्द्धमने यक्षो मथुरायां मङ्गुर्मथुरामङ्गुः सम्पन्न इति वाक्यशेषः, तथैव यथा श्रूयते श्रुतनिकष इत्यागमकषपट्टकः, बहुश्रुतत्वात् परीक्षास्थानमित्यर्थः । स पश्चाद् बोधयति प्राकृतशैल्या वर्त्तमाननिर्देशाद् बोधितवान् सुविहितजनं साधुलोकं 'विसूरइ' त्तिखिन्नवान्, વહુ પ્રભૂત, ચ: સમુયે, યેન વિન્નેનેતિ પ્રાણ્યા ટીકાર્ય ઃ अत्र कथानकं ચિત્તેનેતિ ।। આમાં કથાનક મથુરામાં મંગુ નામના આચાર્યએ રસ આદિની આસક્તિથી=સગારવ આદિથી, નિત્ય આવાસ સ્વીકાર્યો. તે મરીને ત્યાં જ નગરની ખાળ પાસે યક્ષાલયના અધિષ્ઠાયકપણાથી વ્યંતર થયો, વિભંગ જ્ઞાનથી પૂર્વભવને જોઈને થયેલા પશ્ચાત્તાપવાળો હવે આ પ્રાપ્ત થયેલો કાળ છે, એ પ્રમાણે વિચારીને બહાર નીકળતા સાધુઓની આગળ યક્ષપ્રતિમાના મુખથી મોટી જીભને બહાર કાઢતો હતો, તેઓ બોલ્યા શા માટે તું આ પ્રમાણે કરે છે ? તેથી આવ્યંતરે, સમગ્ર પોતાનો વૃત્તાંત વિષાદપૂર્વક કહ્યો, જે પ્રમાણે આર્યમંગુ તમારા ગુરુ જિલ્લાના દોષથી અને મૂર્છાથી આવી અવસ્થાને પામ્યા તે કારણથી તમારે પણ આ પ્રમાણે કરવું જોઈએ નહિ, નિઃસ્પૃહ થવું જોઈએ આવા પ્રકારનો અનર્થ ન થાય, વળી અમે પશ્ચાત્તાપથી ખેદને અનુભવીએ છીએ એ પ્રમાણે કહીને અદ્દેશ્ય થયો. એ પ્રમાણે અક્ષરાર્થ – ***** હવે અક્ષરાર્થ – પુરના નિર્ણમનમાં=નગરની ખાળ પાસે, મથુરા નગરીમાં મંગુ=મથુરામંગુ આચાર્ય યક્ષ થયા. તે પ્રમાણે જ=જે પ્રમાણે સંભળાય તે પ્રમાણે જ, શ્રુતનિકષ=આગમકષપટ્ટક, હતા; કેમ કે બહુશ્રુતપણું હોવાથી પરીક્ષાનું સ્થાન હતા, તે પાછળથી સુવિહિતજનને=સાધુજનને, બોધ કરાવે છે. પ્રાકૃત શૈલીથી વર્તમાનકાળનો નિર્દેશ હોવાથી બોધ કરાવ્યો અને હૃદયથી બહુ ખેદવાળા થયા. ૧૯૧૫ ભાવાર્થ : મથુરામાં મંગુ નામના આચાર્ય રસાદિની લોલુપતાથી નિત્યાવાસને સ્વીકારે છે અને મરીને વ્યંતર થાય છે. તેમને દેવલોકમાં સુંદર આવાસ હોય છે, તોપણ મથુરા નગરીમાં ખાળ પાસે યક્ષમંદિરના અધિષ્ઠાયક દેવ થયેલા, તેથી આવા તુચ્છ સ્થાનના અધિષ્ઠાયકપણાથી તેમને પશ્ચાત્તાપ થાય છે, પોતે બહુશ્રુત મહાત્મા હોવા છતાં રસની લોલુપતાથી મનુષ્યભવ હારીને તુચ્છ વ્યંતરભવ પામ્યા. તેથી પોતાના સુવિહિત સાધુઓને બોધ કરાવે છે, પોતાના પ્રમાદનો ખેદ કરે છે.
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy