SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ટીકાર્ય : - उक्तमेवेदं ત્યર્થઃ ।। આ પૂર્વમાં માતંગ બલ ઋષિના કથાનકમાં કહેવાયું છે=ગાથા-૪૪માં હરિકેશબલ ઋષિના કથાનકમાં નંદિષણની જેમ નીચ કુળવાળા હતા તે કથન કરાયું છે, કેમ ફરી તે કહેવાય છે ? એથી કહે છે ઉપદેશમાં પુનરુક્તતાનું અદોષપણું છે અને કહેવાયું છે . સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધીઓમાં, ઉપદેશમાં, સ્તુતિપ્રદાનમાં અને સંતગુણકીર્તનમાં પુનરુક્તદોષ નથી. અથવા ત્યાં=ગાથા-૪૪માં, ઇહલોકમાં ગુણોની પૂજ્યતા દ્વારા કુલનું અપ્રાધાન્ય કહેવાયું, વળી અહીં પરલોકને આશ્રયીને કુલનું અપ્રાધાન્ય અપુનરુક્તિપણું પોતાની બુદ્ધિથી યોજવું. ત્યાં સુખપૂર્વક અવબોધ કરાવવા માટે કથાનક કહેવાય છે, પાછળથી ગાથાર્થ કહેવાશે. ..... ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૩-૫૪ – - નંદિગામમાં અણસમજવાળા જ નંદિષેણ નામના ભિક્ષુક બ્રાહ્મણ પુત્રનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં, મામાની પાસે રહ્યો, ‘મુધિકપણાથી અહીં તું શું કાર્ય કરે છે ? અથવા શું દ્રવ્ય ઉપાર્જન દ્વારથી સ્ત્રીઓનું સંગ્રહણ નથી’ એ પ્રમાણે આ બાળક લોકો વડે તિરસ્કારાયો, તેથી જવાની ઇચ્છાવાળો, ‘પોતાની પુત્રી તને આપીશ,' એ પ્રમાણે બોલતા મામા વડે ધારણ કરાયો. યૌવનમાં રહેલી તેણી તેની પાસે સ્થાપન કરાઈ અને તેણી વડે તેને જોઈને તેનું દૌર્ભાગ્ય અને વિરૂપપણાથી થયેલા વિમુખપણાથી પિતા પ્રત્યે કહેવાયું, ‘જો મને આને આપશો તો હું મરીશ,' તેથી બીજીને આપીશ, આ તો ઇચ્છતી નથી, એ પ્રમાણે સંભાવના કરીને જતો એવો આ તેના વડે ધારણ કરાયો, આ પ્રમાણે તેની સાત પુત્રીઓ વડે મરણના સ્વીકાર વડે નહિ ઇચ્છાયેલા એવા આને વૈરાગ્ય થયો, પોતાના પાપવૃક્ષનું ફળ આ આના વડે વિચારાયું, તેથી સ્ત્રીઓને ભેગા કરવા વડે શું ? તેને ઉખેડવામાં=પાપવૃક્ષને ઉખેડવામાં યત્ન કરું, એ પ્રમાણે વિચારીને ભટકતા એવા તેના વડે કોઈક આચાર્ય જોવાયા, ધર્મ સાંભળીને તેની પાસે દીક્ષા લીધી, અભ્યાસ કરાયો છે ક્રિયાકલાપ જેના વડે એવો તે ગ્રહણ કરાયેલા આગમવાળો પાંચશોવાળા ગચ્છની વૈયાવચ્ચનો ગ્રહણ કરાયો છે અભિગ્રહ જેના વડે એવા તેણે વૈયાવચ્ચ કરવાનો આરંભ કર્યો અને ઉત્સાહ સહિત આત્માને કૃતકૃત્ય કરતા અને ભાવન કરતાને ઘણો કાળ ગયો. એકવાર પોતાની સભામાં ‘કૃતાર્થ એવો નંદિષણ ધન્ય છે, જે દેવો વડે પણ ધર્મથી ચ્યવન પામે તેમ નથી’ એ પ્રમાણે ઇન્દ્ર વડે પ્રશંસા કરાયો, તેથી અશ્રદ્ધા કરતો કોઈક દેવ ઊતર્યો, સાધુના ઉપાશ્રયના દ્વારમાં રહીને તે કહે છે જંગલમાં ગ્લાન તપસ્વી મુનિ રહેલા છે, તેને સાંભળીને છઠ્ઠના પારણામાં ગ્રહણ કરાયો છે પ્રથમ કોળિયો જેના વડે એવો નંદિણ તેને છોડીને એકદમ નીકળ્યો, તે પ્રદેશને અને અવસ્થાને પૂછીને=મુનિની અવસ્થાને પૂછીને પાણી અને ઔષધિ માટે ગોચરમાં પ્રવેશ્યો, દેવથી કરાયેલી અનેષણામાં અદીન મનવાળો લાભાંતરાયના ક્ષયોપશમના ઉત્કટપણાથી લાભાંતરાયને જીતીને નિર્દોષ પાણી આદિને મેળવીને તે પ્રદેશમાં ગયો, દેવ વડે અશુચિથી બીભત્સ મુનિ દેખાડાયા, ધિક્કાર છે દુર્મુડ ઉદરભરણને જોનારો ઇત્યાદિ કર્કશ વચનો વડે ગ્લાન મુનિ બોલવા લાગ્યા. ત્યારપછી અધન્ય એવા મારા વડે આ મહામુનિના મનને ખેદ પમાડાયો અને કઈ રીતે નીરોગી થશે ? એ પ્રમાણે ચિંતવતા તેના વડે તેનો દેહ સાફ કરાયો. ધીરા થાઓ, ઉપાશ્રયે જઈને તમને નીરોગી કરું, એ પ્રમાણે મધુર વચનોથી નંદિષણ વડે આશ્વાસન અપાયા, તે કહે છે – ઞઃ પાપી ! મારી અવસ્થાને તું જાણતો નથી,
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy