________________
૨૩૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૩-૧૪૪ વિશરારુરૂપપણાથી અર્થાત્ નાશવંત રૂપપણાથી ભવના સ્વરૂપનો નિશ્ચય છે જેમને તે તેવા છે, તેઓનું હદય સર્વત્ર તુલ્ય વર્તે છે સ્નેહ-દ્વેષ રહિત વર્તે છે. II૧૪૩ ભાવાર્થ :
જે સંસારી જીવોને માત્ર અનુકૂલ પદાર્થોમાં સુખ દેખાય છે અને બાહ્ય પ્રતિકૂલ ભાવોમાં દુઃખ દેખાય છે, તેવા જીવો ક્વચિત્ સંસાર ત્યાગ કરે, સંયમ ગ્રહણ કરે, સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ આત્મહિત અર્થે કરે, તોપણ જેમને બોધ નથી કે ચિત્તમાં વર્તતા સંશ્લેષના પરિણામથી સંસાર છે અને ચિત્તના સંશ્લેષના તિરોધાનને અનુકૂળ દઢ વ્યાપારથી ધર્મ નિષ્પન્ન થાય છે, તે પ્રકારના બોધ વગરના જીવોને બંધુજનના સ્નેહનો પ્રસંગ અવશ્ય થાય છે, આથી જ ગૃહસ્થ અવસ્થામાં તેમનો સ્નેહ હતો, તે પણ પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિને કારણે તૂટે છે, તેવા જીવો સંયમ ગ્રહણ કરે ત્યારપછી તે બંધુજન જ તેમની પાસે આવીને પ્રીતિ વ્યક્ત કરે, ત્યારે અતિ પ્રીતિપાત્ર બને છે; કેમ કે નહિ જણાયેલા પરમાર્થવાળા તેઓ માત્ર બાહ્ય આચરણામાં ધર્મને જોનારા છે અને પોતે બાહ્ય ત્યાગ કર્યો છે માટે કૃતકૃત્ય છે, તેમ માનીને બાહ્ય પદાર્થોમાં પોતાની સ્નેહની પ્રકૃતિને જોડીને પોતાનો ભવ નિષ્ફળ કરે છે અને જેમને ભવનું સ્વરૂપ યથાર્થ જણાયું છે, તેવા મહાત્માઓ તો ભવના કારણભૂત સંગથી પર થવા અંતરંગ યત્ન કરે છે. તેથી બાહ્ય સંયમની ક્રિયાથી કે બાહ્ય ત્યાગથી તેમનું ચિત્ત સંતોષવાળું નથી, પરંતુ બાહ્ય ભાવોમાં ચિત્ત સંશ્લેષ ન પામે તે પ્રકારે જ દૃઢ પ્રણિધાન કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. તેથી તેમનું ચિત્ત રાગ-દ્વેષ રહિત સર્વત્ર સમાન રહે છે. ll૧૪૩ અવતરણિકા :
किं चेह लोकेऽप्यनर्थहेतुत्वाद् बन्धूनां निनिमित्तस्तद्गोचरः स्नेह इति दृष्टान्तैः प्रतिपिपादयिषुरगाथामाहઅવતરણિતાર્થ -
વળી આ લોકમાં પણ અનર્થનું હેતુપણું હોવાથી બંધુઓનો તેના વિષયવાળો લિલિમિત સ્નેહ છે, એ પ્રમાણે દાંતો વડે કહેવાની ઈચ્છાવાળા દ્વારગાથાને કહે છે –
ગાથા -
माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगा य ।
इह चेह बहुविहाई, करंति भयवेमणस्साइं ।।१४४।। ગાથાર્થ :
માતા, પિતા, ભ્રાતા, ભાર્યા, પુત્રો, મિત્રો, સ્વજનો અહીં જ=આ લોકમાં જ, ઘણા પ્રકારે ભય-વૈમનસ્યાદિને કરે છે. II૧૪૪