________________
૨૩૩
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૪-૧૪પ ટીકા :
માતા, પિતા, વશી: સમુષ્ય, બ્રાતા, મા, પુત્ર સુદવ=મિત્રાળ, નિનાદ=શ્વનના, इहैव बहुविधानि कुर्वन्ति भयवैमनस्यानि त्रासमनोदुःखानीति समासार्थः । अवयवार्थं तु प्रतिद्वारं વસ્યતિ સા૨૪૪ના ટીકાર્ચ -
માતા અવશ્યતિ | માતા, પિતા, ૨ શબ્દો સમુચ્ચયમાં છે. ભાઈ, ભાર્યા, પુત્રો, મિત્રો, પોતાના સ્વજનો અહીં જ=વર્તમાન ભવમાં જ, ઘણા પ્રકારે ભય-વૈમનસ્યોને ત્રાસ-મનદુ:ખોને, કરે છે એ પ્રકારે સમાસ અર્થ છે. વળી અવયવાર્થ પ્રતિદ્વાર કહેવાશે. ll૧૪૪ ભાવાર્થ :
જે જીવોને સ્વજન પ્રત્યેનો ગાઢ રાગ સંયમમાં દઢ ઉદ્યમ કરવામાં બાધક થાય છે, તેમણે તેનાથી થનારા વર્તમાન ભવના સંભવિત અનર્થોનું ભાવન કરવું જોઈએ, જેથી પોતાનો રાગ ક્ષીણ થાય. જેમ ધનના અર્થી જીવે આ લોકમાં ધનને કારણે શું શું અનર્થો સંભવિત છે, તેનું પૂર્વમાં બતાવ્યું તેમ ભાવન કરે તો તેની ધન મેળવવાની અને સંગ્રહ કરવાની વૃત્તિ ક્ષીણ થાય છે અને આ લોકમાં ધનથી શું શું અનુકૂળતા મળે છે, તેનું ભાવન કરે તો તેનો ધન પ્રત્યેનો વિદ્યમાન રાગ પ્રવર્ધમાન બને છે. તેમ માતા-પિતા પોતાને કઈ રીતે હિતકારી છે, તેની ઉચિત વિચારણા ઔચિત્યના પાલન માટે વિવેકી પુરુષે અવશ્ય કરવી જોઈએ. આથી જ માતા-પિતા દુષ્પતિકાર છે, તેમ શાસ્ત્રવચન છે, તોપણ તેમનો સ્નેહ મોક્ષપંથમાં જવામાં બાધક થતો હોય તોપણ સ્નેહના પ્રતિબંધને તોડવા માટે આ ભવમાં પણ તે સ્નેહ કઈ રીતે અનર્થકારી છે, તેમ નિપુણ પ્રજ્ઞાથી જેઓ ભાવન કરે છે, તેમનો બાહ્ય એવા સ્વજનાદિ પ્રત્યેનો સ્નેહપ્રતિબંધ તૂટે છે. તેથી સુખપૂર્વક અસંગભાવમાં જવા સમર્થ બને છે, તે માટે જ પ્રસ્તુત દ્વારગાથામાં માતા-પિતાદિ દ્વારા આ લોકમાં જ ઘણાં ત્રાસ-મનોદુઃખાદિ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે. I૧૪૪ અવતરણિકા :
तत्राद्यद्वारमधिकृत्याहઅવતરણિતાર્થ :તેમાં આદ્ય દ્વાર=માતા નામના પ્રથમ દ્વારને આશ્રયીને કહે છે –
ગાથા :
माया नियगमइ विगप्पियम्मि अत्थे अपूरमाणम्मि । पुत्तस्स कुणइ वसणं, चुलणी जह बंभदत्तस्स ।।१४५।।