SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪-૧૪૭ કોણે કરાવી ? એથી કહે છે – રાજ્ય માટે તરસ્યા થયેલા પિતા કાકકેતુ નામના રાજાએ વધતા એવા આ=મારા પુત્રો, રાજ્યને લઈ લેશે, એ પ્રકારના અભિપ્રાયથી કરી – તે જન્મેલા જન્મેલા પોતાના પુત્રોને વિવિધ યાતનાઓથી મારતો હતો, પાછળથી તેટલીપુત્ર મંત્રી વડે ‘મહાદેવીને બાળકી થઈ તે મરી' એ પ્રમાણે કપટથી તેનો પુત્ર=રાજાનો પુત્ર કનકધ્વજ પોતાના ઘરમાં રાખીને રક્ષણ કરાયો, તે મરણ પામે છત=રાજા કનકકેતુ મરણ પામે છતે, તે= પુત્ર કનકધ્વજ, રાજ્ય ઉપર અભિષેક કરાયો. ૧૪૬ ભાવાર્થ : પિતા પ્રત્યે ઔચિત્ય પાલન માટે પિતાથી કરાયેલા ઉપકારનું સ્મરણ આવશ્યક છે, તોપણ યોગમાર્ગની પ્રવૃત્તિમાં પિતાનો સ્નેહ અતિ બાધક છે, તેથી વિવેકી પુરુષે પિતાના સ્નેહના ત્યાગ માટે વિચારવું જોઈએ કે સંસારનું આ વિચિત્ર સ્વરૂપ છે કે પિતા પણ જ્યારે સ્વાર્થવશ બને છે, ત્યારે પુત્રની વિડંબના કરનાર થાય છે, માટે આ મારા પિતા છે, એ પ્રકારે સ્નેહને વશ થઈને યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ કરવી જોઈએ નહિ, પરંતુ સર્વ ઉદ્યમથી સર્વત્ર સ્નેહરહિત થવા પ્રયત્ન કરવો જોઈએ અને તે ભાવની ઉત્પત્તિ માટે ભાવન કરવું જોઈએ કે રાજ્યની તૃષાવાળો કનકકેતુ રાજા અત્યંત દ્વેષથી પોતાના પુત્રોનાં અંગોપાંગો જન્મતાની સાથે છેદી નાખતો હતો અને જન્મેલા પુત્રોને કદર્થના અને પીડાઓ કરતો હતો અને બીજા પાસે કરાવતો હતો, તેથી સંસારમાં પિતા જ પિતારૂપે પુત્ર પ્રત્યે દ્વેષી થઈ શકે છે; જ્યારે તે પ્રકારનો મોહ પ્રવર્તે છે, ત્યારે પિતાને પુત્ર પુત્ર દેખાતો નથી, પરંતુ પોતાના રાજ્ય માટે વિજ્ઞભૂત શત્રુ દેખાય છે. આ રીતે સંસારના કર્મજન્ય સ્વરૂપનું ભાવન કરીને પિતાના સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. I૧૪વા અવતરણિકા : अधुना भ्रातृद्वारमुद्दिश्याहઅવતરણિકાર્ય : હવે ભ્રાતાદ્વારને ઉદ્દેશીને કહે છે – ગાથા : विसयसुहरागवसओ, घोरो भायाऽवि भायरं हणइ । आहाविओ वहत्थं, जह बाहुबलिस्स भरहवई ।।१४७।। ગાથાર્થ : વિષયસુખના રાગને વશ એવો ઘોર ભાઈ પણ ભાઈને હણે છે, જે પ્રમાણે બાહુબલીના વધ માટે ભરતપતિ અભિમુખ થયો. II૧૪૭ી.
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy