________________
So
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૮ कर्तव्यः, कृतोऽसौ मया यावज्जीवं तत्त्यागात् । विवेकस्त्यागो बाह्यस्य कार्य इति मुक्तं सह करवालेन करस्थं मस्तकम् । संवरो दुष्टयोगानां संवरणं कर्तव्यमिति निरुद्धकायवाक्प्रसरो मनसीदमेव पदत्रयं चिन्तयन् स्थितः कायोत्सर्गेण । शोणितगन्धेन च खादितुमारब्धास्तच्छरीरकं वज्रतुण्डाः पिपीलिकाः, कृतः समन्ततश्चालनीसङ्काशः, तथापि त्यक्तोऽयं मया कायः इति धिया न चलितो ध्यानात्, दग्धं बहुपापं, प्राप्तोऽर्धतृतीयाहोरात्रैर्देवलोकं चिलातीपुत्र इति ।।३८।। ટીકાર્ય :
દૃશ્યન્ત વિનાતીપુત્ર તિ | પરમ ઘોર પણ=પ્રધાન રોદ્ર પણ, પ્રાણીઓ પ્રવર ધર્મના પ્રભાવથી પ્રતિબોધ પામેલા દેખાય છે અરિહંત ભગવાનથી બતાવાયેલા ઉત્તમ ધર્મના માહાભ્યથી દૂર થયેલી મિથ્યાત્વ નિદ્રાવાળા પ્રાપ્ત થાય છે, કોની જેમ ? એથી કહે છે – જે પ્રમાણે સુસુમાના જ્ઞાતમાંs ઉદાહરણમાં, આ ચિલાતીપુત્ર પ્રતિબોધ પામ્યા. એ પ્રમાણે સમાસથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય છે અને તે આ છે –
રાજગૃહમાં ઘનશ્રેષ્ઠિ વડે પોતાની દાસીનો પુત્ર ચિલાતીપુત્ર પોતાની પુત્રી સુસુમાનો બાલગ્રાહ કરાયો, કરાયેલા દુષ્ટ ચેષ્ટિતવાળો ઘરથી કઢાયો, પલ્લીમાં ગયો, અતિસાહસિકપણાથી તેનો અધિપતિ થયો.
એકવાર ધન તમારું, સુસુમા મારી એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી ઘણા ચોરોને મેળવીને ધનશેઠના ઘરમાં પડ્યો, ઘર લૂંટાયું, ગ્રહણ કરાઈ છે સુસુમા જેના વડે એવો તે પલ્લી તરફ પ્રવૃત્ત થયો, પુત્ર પરિવાર સહિત ધન તેની પાછળ લાગ્યા, તેથી સુસુમાને વહન કરવાને ઊંચકીને દોડવાને, અશક્ત એવા તેના વડે આ અન્યની પણ ન થાઓ એમ વિચારીને તેના વડે તલવારથી સુસુમાનું મસ્તક કપાયું, ગતપ્રયોજનપણું હોવાથી ધન આદિ પાછા ફર્યા, જતા એવા તેના વડે પણ કાયોત્સર્ગમાં રહેલા મુનિ જોવાયા અને ખગ ઊંચુ કરીને “મને ધર્મ કહો' એ પ્રમાણે કહેવાયા, તેથી આ પ્રતિબોધ પામશે એ પ્રમાણે અતિશયથી જાણીને મુનિ વડે કહેવાયું – ઉપશમવિવેક-સંવર. ર્તવ્ય: એ અધ્યાહાર છે, તેથી આ ઠગતો નથી અને કરાયેલા બહુ પાપવાળા એવા મારી અન્યથા શુદ્ધિ નથી, આના વચનને કરું એ પ્રમાણે વિચારીને તેની નજીકના ભૂમિ ભાગમાં ગયો, ચિંતન કરવાનું શરૂ કર્યું, આના વડે શું કહેવાયું? ગા: જણાયું. ક્રોધાદિનો ઉપશમ કરવો જોઈએ, તેના ત્યાગથી મારા વડે આ જાવજીવ કરાયો, વિવેક-બાહ્યનો ત્યાગ કરવો જોઈએ, એથી કરવાલ સહિત હાથમાં રહેલું મસ્તક ત્યાગ કરાયું, સંવર-દુષ્ટ યોગોનું સંવરણ કરવું જોઈએ એથી નિરુદ્ધ કાયા-વાણીના પ્રસરવાળો મનમાં આ જ પદત્રયને ચિતવતો કાયોત્સર્ગ વડે રહ્યો, લોહીની ગંધથી વજમુખવાળી કીડીઓએ તેનું શરીર ખાવાનું શરૂ કર્યું અને ચારે બાજુથી ચાળણી જેવું કરાયું તોપણ મારાથી આ દેહ ત્યાગ કરાયેલો છે, એ બુદ્ધિથી ધ્યાનથી ચલિત થયો નહિ. ઘણા પાપને બાળીને અઢી અહોરાત્રિ વડે ચિલાતીપુત્ર દેવલોકને પામ્યો. //૩૮ ભાવાર્થ :
કેટલાક જીવો પ્રકૃતિથી ઘોર પરિણામવાળા હોય છે, જેમ પ્રભવ ચોર બીજાના ધનને ચોરીને ભોગસુખની ઇચ્છાવાળા હતા. વળી, ચિલાતીપુત્ર પણ શ્રેષ્ઠિની કન્યાને હરણ કરીને ભોગ કરવાની ઇચ્છાવાળા