SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૫-૨૨૬ છે–દુવિચ્છ શબ્દ દેશી ભાષા હોવાથી ખરાબ રીતે પહેરેલા વસ્ત્રવાળા પિગષવાળાને અને ધૂતાદિ વ્યસનથી અભિભૂત થયેલાની નિંદા કરે છે, તે પ્રમાણે વિરુઘમ=સુસાધુની મધ્યમાં રહેલો પણ શિથિલ, પ્રિયકવલ્લભ છે કુશીલજન જેને તે તેવો છે=પ્રિય કુશીલજનવાળો છે તેને, એ રીતે સાધુજન લિંદા કરે છે=જે પ્રકારે લોક ખરાબ રીતે વસ્ત્ર પહેરેલા અને અતિવ્યસનીની નિંદા કરે છે, એ પ્રકારે સુસાધુ લોક પ્રમાદી સાધુની નિંદા કરે છે, ગાથામાં છવ શબ્દ છે, ત્યાં અનુસ્વારનો લોપ હોવાથી વં કરેલ છે. ૨૨પા. ભાવાર્થ : સામાન્ય રીતે શિષ્ટ લોકો અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જોઈને કહે છે કે આ મનુષ્યો ખરાબ સંસર્ગની પ્રીતિવાળા છે, ખરાબ રીતે વસ્ત્રો પહેરનારા છે, અતિવ્યસની છે, માટે સુંદર પ્રકૃતિવાળા નથી. તેમ કોઈ સાધુ સુસાધુની વચમાં વસતા હોય છતાં સમિતિ-ગુપ્તિમાં અપ્રમાદથી ઉદ્યમવાળા ન હોય, પરંતુ આત્મકલ્યાણ માટે મંદ પરિણામ હોવાને કારણે માત્ર વેષથી અને બાહ્ય કૃત્યોથી સંતોષ માનનારા હોય અને પાર્થસ્થાદિ સાથે પ્રીતિવાળા હોય, તેમની સુસાધુ નિંદા કરે છે અર્થાત્ વિચારે છે કે આ મહાત્માએ સંયમ ગ્રહણ કર્યું તોપણ તેનું સંયમ નિષ્ફળપ્રાયઃ છે; કેમ કે તે મહાત્મા આત્મહિતને અનુકૂળ ઉચિત પ્રયત્ન કરતા નથી. આ પ્રકારે શિષ્ટાચારનું ભાવન કરીને વિચારવું જોઈએ કે જેમ શિષ્ટ પુરુષો વડે નિંદાયેલી પ્રવૃત્તિ કરનારા દુર્ગતિના ભાજન છે, તેમ સાધુવેષમાં યથાતથા પ્રવૃત્તિ કરનારા અને સમિતિગુપ્તિમાં નહિ પ્રવર્તનારા સુસાધુની મધ્યમાં વસતા હોય તોપણ નિંદનીય છે અને પ્રમાદી સાધુ સાથે પરિચય કરનારા છે, તેવા જીવોને દુર્ગતિની પ્રાપ્તિ છે. આ પ્રમાણે ભાવન કરીને સુસાધુએ સંયમયોગમાં અપ્રમાદશીલ થવું જોઈએ અને પ્રમાદી સાધુના સંસર્ગથી અત્યંત દૂર રહેવું જોઈએ, જેથી સ્વીકારેલ સાધુપણું સફળ થાય. રરપા અવતરણિકા: स च कदाचित् दुष्टपरिणामो अकार्यमपि कुर्यात्ततश्चઅવતરણિકા :અને દુષ્ટ પરિણામવાળો તે અકાર્યને પણ કરે, તેથી શું પ્રાપ્ત થાય ? તે કહે છે – ગાથા : निच्चं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गइं जाइ ।।२२६ ।। ગાથાર્થ : હંમેશા શંકિત અને ભય પામેલો અલિત ચારિત્રવાળો સાધુજનને અનભિમત સર્વને ગમ્ય છે=બધાને અભિભવનીય છે. વળી મરેલો પણ દુર્ગતિમાં જાય છે. ર૨૧ી.
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy