SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ ગાથા ૨૦૬-૨૦૦ ૩૨૩ માટે જીવ હજારો, ક્રોડો યત્ન કરે તોપણ હતાશ થયેલો જીવ ગયેલા શ્રમવાળો છે અર્થાત્ તેના રક્ષણ માટે કોઈ યત્ન કરી શકતો નથી. આમ ભાવન કરીને જેઓ વિષયોથી વિરક્ત થાય છે, જેના કારણે સર્વત્ર અસંગ પરિણામને પ્રાપ્ત કરે છે, તેઓ જ નવા આયુષ્યના બંધના અનર્થને પ્રાપ્ત કરતા નથી. જેથી આયુષ્યક્ષયના અનર્થરૂપ મરણની વિડંબના પ્રાપ્ત થાય, તે સિવાય આયુષ્યક્ષયરૂપ કૃતાંતથી પોતાનું રક્ષણ કોઈ કરી શકે તેમ નથી, છતાં અનંત મરણોનાં દુ:ખોથી જીવ નિર્વેદ પામતો નથી, આથી સંસારના ક્ષય માટે ઉદ્યમ કરવા સમર્થ બનતો નથી. II૨૦૬ના અવતરણિકા : अन्यच्च અવતરણિકાર્ય :- - અને બીજું=વળી જીવ દુઃખોથી નિર્વેદ પામતો નથી. તે બીજી રીતે બતાવે છે ગાથા = न य नज्जइ सो दियहो, मरियव्वं चाऽवसेण सव्वेण । आसापासपरद्धो, न करेइ य जं हियं वज्झो । २०७ ।। ગાથાર્થ ઃ તે દિવસ જણાતો નથી જ અને અવશથી સર્વએ મરવું પડશે, આશાપાશના ક્રોડ કરાયા છે જેના વડે એવો વધ્ય જીવ=પ્રાપ્ત થયેલા ભવમાં અનેક પ્રકારના મનોરથને વશ થયેલો જીવ, જે હિત છે તેને કરતો નથી. II૨૦૭II ટીકા - न च नैव ज्ञायते स दिवसो यत्र मरिष्यत इति शेषः, अथवा मर्त्तव्यमेव, चशब्दो अवधारणेSaशेन परायत्तेन सर्वेण जन्तुना, एवमपि स्थिते 'आसापासपरद्धो' मनोरथपाशक्रोडीकृतो न करोत्येव यदनुष्ठानं हितं पथ्यमात्मनो वध्य इव वध्यः सदा कृतान्तमुखान्तर्वर्तित्वादिति ।। २०७ ।। ટીકાર્ય - न च મુલ્લાન્તર્વતિત્વાવિત્તિ ।। તે દિવસ જણાતો નથી જ, જેમાં પોતે મરશે અને અવશ્ય મરવાનું છે, ચ શબ્દ અવધારણમાં છે, કઈ રીતે મરવાનું છે ? એથી કહે છે સર્વ જંતુ વડે અવશથી=પરાધીનપણાથી, મરવાનું છે, આ પ્રમાણે સ્થિત હોતે છતે પણ=ક્યારે મૃત્યુ થશે ? તેનું જ્ઞાન નથી, પણ અવશ્ય મરવાનું છે, એ પ્રમાણે સ્થિત હોતે છતે, આશાપાશથી –
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy