SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૦ ગાથા : एगदिवसेण बहुया, सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लद्धं ।।१६०।। ગાથાર્થ : એક દિવસથી ઘણા પ્રકારે શુભ-અશુભ જીવના પરિણામો થાય છે, અશુભ પરિણત એવો એકાકી સાધુ આલંબનને પ્રાપ્ત કરીને સંયમનો ત્યાગ કરે સંયમની મર્યાદાનું ઉલ્લંઘન કરે. II૧૬oll ટીકા : एकदिवसेन बहवः शुभाश्चाशुभाश्च जीवपरिणामा मनोविवर्ता भवन्ति, यदि नामैवं ततः किमित्याह-एकोऽसहायोऽशुभपरिणतः क्लिष्टाध्यवसायगतचित्तः सन् त्यजेदुज्झेत संयममिति गम्यते, आलम्बनं स्वमतिविकल्पितं किञ्चित् कारणं लब्ध्वा प्राप्येति ।।१६०।। ટીકાર્ય : દિવસેન .... પ્રાતિ એક દિવસથી ઘણા શુભ-અશુભ જીવના પરિણામો =મનના વિવર્તા, થાય છે, જો આ પ્રમાણે છે, તેનાથી શું ?=જીવને એક દિવસમાં અનેક શુભ-અશુભ ભાવો થાય છે, તેનાથી શું ? એથી કહે છે – એક=સહાય વગરનો સાધુ, અશુભ પરિણામવાળો=ક્લિષ્ટ અધ્યવસાયગત ચિત્તવાળો છતો, સંયમનો ત્યાગ કરે, ક્યારે ત્યાગ કરે ? એથી કહે છે – સ્વમતિવિકલ્પિત કંઈક કારણરૂપ આલંબનને પ્રાપ્ત કરીને સંયમનો ત્યાગ કરે, માટે એકાકી વિચરવું જોઈએ નહિ. I૧૬૦માં ભાવાર્થ : કલ્યાણના અર્થી સાધુ પણ ગુણવાન ગુરુના સંવેગપૂર્વકના અનુશાસનથી સંયમના પરિણામમાં સ્થિર થવા યત્નશીલ થઈ શકે છે અને જેઓ કોઈક રીતે એકાકી વિચરે છે, તેવા જીવોને એક દિવસમાં પણ નિમિત્તો અનુસાર શુભ-અશુભ ઘણા પરિણામો થતા હોય છે. જિનવચનનું આલંબન લઈને પ્રયત્ન કરતા હોય ત્યારે આત્મહિત વિષયક કંઈક જાગૃતિ હોવાથી શુભભાવ હોય છે, ક્યારેક નિમિત્તને પામીને બાહ્ય પદાર્થ સાથે સંબંધવાળા થાય છે, ત્યારે તે તે પ્રકારના અશુભભાવો પણ થાય છે. આથી ગોચરી ગ્રહણ આદિ કરતી વખતે જિનવચનથી ભાવિત ન હોય તો યથાતથી ગ્રહણ કરવાનો પરિણામ થાય છે. ગોચરી વાપરતી વખતે પણ ધૂમ-અગ્નિ આદિ દોષની ઉપેક્ષા કરીને આહારને અનુરૂપ પરિણામો થાય છે, તેથી જો સાધુ એકાકી વિચરે અને કોઈક અશુભ પરિણામ થાય તો સંયમની મર્યાદાનો ત્યાગ કરે છે અને તેવું કોઈ બાહ્ય આલંબન પ્રાપ્ત થાય તો વેષનો પણ ત્યાગ કરે છે. ક્વચિત્ વેષનો ત્યાગ ન કરે તોપણ
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy