SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૦-૧૮૧ प्रति प्रत्येकं बोधो बुद्धं तस्य लाभः बुद्धलाभः प्रत्येकं बुद्धलाभो येषां करकण्ड्वादीनां ते तथा T૨૮૦ના ટીકાર્ચ - યઃ વિમા તથા જે કારણથી કંઈ પણ વૃષભ આદિ વસ્તુને પામીને અને કોઈક ક્ષેત્રમાં, કોઈક કાળમાં કેટલાક કરકંડુ આદિ જીવો લબ્ધિઓ વડે–તેના આવરણીય કર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિઓ વડે, કોઈક કારણો વડેeતે જ વૃષભ આદિ વસ્તુના જરાજીર્ણત્વાદિરૂપ કારણો વડે, શું? એથી કહે છે – પ્રત્યેકબુદ્ધ લાભવાળા આશ્ચર્યભૂત થાય છે, એથી તેમના દષ્ટાંતથી અન્યોએ તપ-સંયમમાં શૈથિલ્ય કરવું જોઈએ નહિ; કેમ કે તેઓનું તેવા પ્રકારનાં આશ્ચર્યોનું, કદાચિત્કપણું છે, ત્યાં એક વસ્તુ પ્રતિ પ્રત્યેક બોધ બુદ્ધ, તેનો લાભ બુદ્ધલાભ, પ્રત્યેક બુદ્ધલાભ જે કરકંડુ આદિને છે તે તેવા છે. ll૧૮૦૧ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે કેટલાક જીવો તપ-સંયમમાં અપ્રમાદ કરવાનું છોડીને મરુદેવાનું આલંબન લે છે, તે ઉચિત નથી. તે બતાવવા માટે કહે છે – જગતમાં જીવોનાં કર્મો વિચિત્ર પ્રકારનાં છે, તેથી કરકંડુ આદિ કેટલાક જીવો કોઈક વૃષભ આદિને પ્રાપ્ત કરીને તે વૃષભ આદિને જરાથી જીર્ણ જુએ છે, તેનાથી તેમનો તેનાં આવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય છે. તેથી આશ્ચર્યભૂત એવા પ્રત્યેકબુદ્ધ થાય છે. એટલા માત્રથી બધા જીવોને બળદને તે રીતે જોઈને તે પ્રકારે કર્મોનો ક્ષયોપશમ થતો નથી; કેમ કે બળદાદિને જોઈને વિરક્ત થયેલા મહાત્માઓને તત્કાલ જ જઘન્યથી અગિયાર અંગ સુધી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે. કોઈક તો પૂર્વધર પણ થાય છે, જ્યારે અન્ય જીવો તો તે પ્રકારે બળદાદિને અનેક વખત જુએ તોપણ તે પ્રકારે કર્મના ક્ષયોપશમભાવને પામતા નથી, તેથી સામાન્યથી બધા જીવોએ તપ-સંયમમાં અપ્રમાદ કરવો જોઈએ, જેથી તેના બળથી કર્મ કંઈક ક્ષયોપશમભાવને પામે. પરંતુ પ્રત્યેકબુદ્ધને બળદ માત્ર જોવાથી ક્ષયોપશમ થયો, માટે આપણે પણ બળદને તે રીતે જોઈશું તો આપણને પણ પ્રત્યેકબુદ્ધની જેમ ક્ષયોપશમ થશે, તેમ વિચારી જેઓ પ્રમાદ કરે છે, તેઓ આત્મહિતને નહિ વિચારતાં પોતાની જાતને ઠગે છે. I૧૮ના અવતરણિકા - ये तु तानेवोररीकृत्य प्रत्येकबुद्धान् प्रमादिनो भवन्ति, अन्येभ्यश्च तच्चरितमुपदिशन्ति ते स्वयं नष्टाः परानपि नाशयन्तीत्याह चઅવતરણિકાર્ય :જેઓ વળી તેઓને જ આશ્રયીને મરુદેવી પ્રત્યેકબુદ્ધાદિને આશ્રયીને, પ્રમાદી થાય છે અને
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy