SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૧ અન્યોને તેના ચરિત્રનો ઉપદેશ કરે છે, તેઓ સ્વયં નાશ પામેલા બીજાને પણ નાશ કરે છે. એને કહે છે – ભાવાર્થ : જે સાધુઓ કે શ્રાવકો બાહ્ય ક્રિયામાં પ્રમાદી છે અને વિચારે છે કે મરુદેવી આદિએ તપ-સંયમની ક્રિયા ક્યાં કરી છે ? અથવા પ્રત્યેકબુદ્ધ બાહ્ય તપ-સંયમ ક્યાં કરે છે ? તોપણ તેઓ નિર્લેપ પરિણતિને પ્રાપ્ત કરી શક્યા. તેથી આપણે પણ નિર્લેપ પરિણતિને અનુકૂળ અંતરંગ ઉદ્યમ જ કરવો જોઈએ. બાહ્ય ક્રિયા અનાવશ્યક છે, તેમ વિચારીને બાહ્ય ક્રિયામાં પ્રમાદવાળા થાય છે અને અન્યને પણ મરુદેવી - પ્રત્યેકબુદ્ધનાં દૃષ્ટાંતો આપે છે અને કહે છે કે માત્ર બાહ્ય ક્રિયા કરવાથી ફળસિદ્ધિ થાય નહિ, પરંતુ અંતરંગ નિર્લેપ પરિણતિથી ફળસિદ્ધિ થાય. તેમ કહીને સ્વયં બાહ્ય ક્રિયામાં ઉદ્યમ કરતા નથી, બીજાને પણ તે પ્રકારે પ્રેરણા કરે છે, બાહ્ય ક્રિયા કરવામાં આળસુ એવા તેઓ તે પ્રકારના ભાવો કરવામાં અસમર્થ હોવાથી માત્ર વિચારોથી સંતોષ માનીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે અને બીજાઓને પણ તે પ્રકારે ઉપદેશ આપીને નાશ કરે છે. એને કહે છે – ગાથા - निहिसंपत्तमहनो, पत्थिंतो जह जणो निरुत्तप्पो । इह नासइ तह पत्तेय-बुद्धलच्छिं पडिच्छंतो ।।१८१।। ગાથાર્થ : નિધિને પામેલો અધન્ય એવો પ્રાર્થના કરતો નિરાધમજન જે પ્રમાણે નાશ પામે છે તેના લાભને પ્રાપ્ત કરતો નથી, તે પ્રમાણે પ્રત્યેકબુદ્ધની લક્ષ્મીને ઈચ્છતો પુરુષ સન્માર્ગનો નાશ કરે છે. ll૧૮૧TI ટીકા : निधिं रत्नादिभृतं भाजनं सम्प्राप्तं लब्धम्, अधन्यो निर्भाग्यः, प्रार्थयन्त्रभिलषन्, यथा येन प्रकारेण, जनो लोकः, निरुत्तप्पो त्ति निरुद्यमस्तद्ग्रहणे बलिविधानादिक्रियाशून्य इत्यर्थः । इह लोके नश्यति न तल्लाभभाग्भवति हस्यते च लोकैः, तथा प्रत्येकबुद्धलक्ष्मीं करकण्ड्वादिबोधसमृद्धि, प्रतीच्छन् प्रतीक्ष्यमाणो, निर्विकल्पं मोक्षं संयमादिविधानेनाऽगृह्णन् सन्मार्गानश्यतीति ।।१८१।। ટીકાર્ય : નિર્ષિ .... સન્માત્રીતિ | નિધિનેત્રરત્નાદિથી ભરેલા ભાજનને, સંપ્રાપ્ત=પામેલો એવો, અધ=નિર્ભાગ્ય, પ્રાર્થના કરતો=ઈચ્છા કરતો, લોક જે પ્રકારે તેના ગ્રહણમાં વિરુઘ=બલિ વિધાનાદિ ક્રિયાથી શૂન્ય, આ લોકમાં નાશ પામે છે–તેના લાભનો ભાગી થતો નથી, અને લોકો
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy