________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૫
भगवतोक्तं साधितं तेन स्वकार्यम् । विष्णुराह - कथं ? ततः कथितो भगवता तद्वृत्तान्तः, विष्णुराह - केनेदमनुष्ठितं ? भगवान् आह - 'यस्य त्वां दृष्ट्वा शिरो विदलिष्यति, ' प्रविशता दृष्टो भयेन प्रपलायमानः सोमिलः । कृष्णदर्शनादाविर्भवद्भयोत्कर्षस्य दीर्णं तस्य मस्तकमिति ।। ५५ ।।
ટીકાર્થ ઃ
૧૦૦
પરાક્રમઃ .....
મસ્તમિતિ ।। પરના નિરાકરણમાં ઉત્સાહ તે પરાક્રમ છે, આથી જ પરાક્રમશીલ રાજા શત્રુના નિરાસ માટે ઉત્સાહવાળા હોય છે, પરાક્રમ સહિત વર્તે તે સપરાક્રમ અને તે=પરાક્રમવાળું એવું તે રાજકુળ કૃષ્ણનું રાજકુળ, તેની જે વાત=રાજાઓમાં વર્તતી પરાક્રમ કરવાની વાત, તેનાથી જનિત ઉત્કર્ષ, તે વિદ્યમાન છે જેને એ સપરાક્રમ રાજકુલવાતિક છે અથવા સપરાક્રમ એ પ્રકારે તેનું જ વિશેષણ છે=રાજકુળનું વિશેષણ છે=પરાક્રમવાળો એવો આ રાજકુળવાતિક સપરાક્રમ રાજકુલવાતિક છે, એ પ્રમાણે સમાસ છે, તેના વડે=ગજસુકુમાર વડે પોતાના મસ્તક ઉપર પ્રજ્વલિત કરાયે છતે તે પ્રકારે=નિપ્રકંપતા પ્રકારે, ક્ષમા કરાઈ=ઉપસર્ગ કરનારના વિષયવાળી ક્ષમા કરાઈ, જે પ્રકારે મોક્ષને પામ્યા, એ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે, ભાવાર્થ કથાનકથી જાણવો અને તે આ ·
-
દ્વારવતીમાં કૃષ્ણની માતા દેવકીને પોતાના પુત્રથી પિવાતા સ્તનવાળી એવી કોઈક નારીને જોઈને ઓક્ય થયું, જે તે સ્ત્રીઓ ધન્ય છે, જેણીઓના પુષ્ટ સ્તન દૂધમાં લુબ્ધ મુગ્ધ પહોળા મુખવાળા ઉછળતા શિરથી ધારણ કરાયેલા પોતાના પુત્રો વડે પિવાય છે. વળી દુર્ભાગ્યવાળી એવી મને આ પ્રાપ્ત ન થયું અને વિષાદવાળી કૃષ્ણ વડે જોવાઈ, તે નમસ્કાર કરીને કહે છે — હે માતા ! આ શું ? તેથી તેણી વડે પોતાનો વિચાર જણાવાયો. તારા મનોરથોને પૂરું છું, એ પ્રમાણે કહીને તેના વડે દેવ આરાધાયો, તેદેવ, કહે છે – દેવલોકથી ચ્યવેલો પુત્ર થશે, ફક્ત જન્માંતરથી અભ્યાસ કરાયેલ કુશલકર્મપણું હોવાથી ઘરમાં દીર્ઘકાળ રહેશે નહિ, તેને સાંભળીને કૃષ્ણ વડે દેવકીને કહેવાયું, આણી વડે સ્વીકારાયું. ત્યારપછી ગજના સ્વપ્નથી સૂચન કરાયેલો ગર્ભ રહ્યો, ક્રમ વડે બાળક થયો, ગજસુકુમાર એ પ્રમાણે નામ સ્થાપન કરાયું, યૌવનને પામેલો માતા-પિતા વડે સોમિલ બ્રાહ્મણની પુત્રી સાથે પરણાવાયો, તે વળી જગતને ઇન્દ્રજાળ જેવું અસાર જોતો વૈયિક સુખને વિડંબનાપ્રાયઃ માનતો, ઘરને કારાગૃહ જેવું જોતો, તેમના આગ્રહથી તેટલો કાળ રહ્યો, પછીથી તે બન્નેને=માતાપિતાને, પોતાનો અભિપ્રાય નિવેદન કરીને અને કૃષ્ણ વડે જુદા જુદા ઉપાયોથી સમજાવીને તે બન્નેથી મુકાવાયો અને ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. અભ્યાસ કરાયો છે દ્વિવિધ શિક્ષાનો જેના વડે એવો તે દ્વારવતીમાં જ સ્મશાનમાં કાયોત્સર્ગ વડે રહ્યો. કોઈક રીતે તે દેશમાં આવેલા સોમિલ વડે જોવાયો, મારી પુત્રીને પરણીને ત્યાગ કરી તે આ દુષ્ટાત્મા છે, એથી આને ક્રોધ ઉલ્લસિત થયો, તેથી માટી વડે મસ્તકને વેષ્ટન કરીનેપાઘડી બાંધીને, સળગતા અંગારાને નાંખીને આ ચાલ્યો ગયો. બીજાને પણ=ગજસુકુમારને પણ, ‘અહો ! મારા નિમિત્તે આ બિચારો કોઈક ઘોર નરકમાં પડશે.' એ પ્રમાણે ભાવનારૂપી પવનને ફેલાવનારો અગ્નિ સળગતે છતે જાણે તેની સહાયવાળો શુક્લધ્યાનનો અગ્નિ વૃદ્ધિ પામ્યો. ઇતર વડે=ગજસુકુમાર વડે,