SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૦ નરકાદિ યાતના સ્થાનની પ્રાપ્તિથી છેતરામણો તેને, સંસારકર જીવો=ભવરૂપી ખાડામાં રહેલા ગુરુ કર્મવાળા પ્રાણીઓ, ગણકારતા નથી જ, શું સર્વ પણ ગણકારતા નથી ? એથી કહે છે – સ્વપ્નજ્ઞાનથી પણ કેટલાક બોધ પામે છે, અમ્ ધાતુનું જ્ઞાનાર્થપણું હોવાથી, નિદ્રામાં પ્રાપ્ત થતા નિમિત્તજ્ઞાનથી પણ અર્થાત્ જાગૃત અવસ્થામાં ધર્મદેશનાથી તો દૂર રહો, પરંતુ નિદ્રામાં પ્રાપ્ત થયેલ નિમિત્તજ્ઞાનથી પણ કેટલાક લઘુકર્મવાળા જીવો પુષ્પચૂલાની જેમ તત્વના બોધને પ્રાપ્ત કરે છે. આમાં કથાનક – પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજાની પુષ્પવતી રાણીથી પુષ્પચૂલ અને પુષ્પચૂલા યમલયુગ્ય ઉત્પન્ન કરાયું, યૌવનમાં તે બન્નેના ગાઢતમ સ્નેહના અનુબંધને જાણીને પિતાએ વિચાર્યું – જો આ યુગલનો વિયોગ કરાશે, તો પ્રાણોનો ત્યાગ કરશે, આથી અવિયોગ જ કલ્યાણકારી છે, એ પ્રમાણે વિચારીને મંત્રી આદિથી વારણ કરાતા પણ પિતાએ તે બન્નેને પતિ-પત્ની કર્યા. તેથી વૈરાગ્ય થવાથી પુષ્પવતીએ દીક્ષા લીધી, તપ કરીને દેવલોકમાં ગઈ, ત્યારપછી પ્રયોગ કરાયેલા અવધિજ્ઞાનવાળી તેણીએ પૂર્વભવને જાણીને વિષયમાં વ્યામૂઢ થયેલા આ બન્નેનું ભવભ્રમણ ન થાઓ, એ પ્રમાણે વિચારીને “આ પ્રતિબોધનો ઉપાય છે એથી પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકોની અંદર તીવ્ર વેદનાથી પીડાતા નારકોને દેખાડ્યા. આણી વડે સ્વામીને વિપરીત બુદ્ધિથી (થતા) ત્રાસ સહિત જણાવાયો. તેના વડે પણ આ લોકો જાણશે, એથી પાખંડીઓને બોલાવીને નરકનું સ્વરૂપ પુછાયું. તેઓ અન્યોન્ય વિરુદ્ધ બોલવા લાગ્યા અને ત્યાં અર્ણિકાપુત્ર આચાર્ય માસકલ્પથી રહેલા તેમને બોલાવીને પૂછ્યું, તેમણે આચાર્યએ, જોવાયેલાથી વિશિષ્ટતાને કહ્યું, તે=પુષ્પચૂલ રાજા, બોલ્યો – શું ભગવાન વડે પણ સ્વપ્ન જોવાયું? ગુરુ કહે છે – સ્વપ્ન નથી, તો શું છે ?સર્વનું આગમ છે. એકવાર દેવ વડે તે પ્રમાણે જ દેવલોકો દેખાડાયા, તે પણ સવિશેષ કહેવાય છતે કહે છે=રાણી કહે છે – ભગવાન ! આ દેવલોકોમાં કેવી રીતે જવાય ? એથી ગુરુ વડે કહેવાયું – સારી રીતે આચરેલા ધર્મ વડે જવાય, તેથી તેણીએ સ્વામીને છોડીને પોતે દીક્ષા લીધી અને માર્ગને જાણનારી થઈ. એકવાર જ્ઞાનના અતિશયથી થનારા મહાદુકાળને જાણીને જંઘાબલનું ક્ષીણપણું હોવાથી સાધુઓને દેશાંતરમાં મોકલીને સૂરિ અને પુષ્પચૂલા ત્યાં જ રહ્યાં. રાજા વડે ત્યાં જ રહેવાની વ્યવસ્થાથી તેણી રજા અપાયેલી અને એથી કરીને તેણીને દીક્ષા અપાયેલી, બહુમાન સહિત ગુરુવેયાવૃત્યને આચરતી તેણી વડે વિશુદ્ધ અધ્યવસાયપણાથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરાયું. તેથી ગુરુના ઇચ્છિતને સંપાદન કરવા લાગી, તે બોલ્યા – તમે ચિંતવાયેલું કેવી રીતે જાણો છો ? તેણી કહે છે – કેવલજ્ઞાનથી. બીજા આચાર્યો વળી કહે છે – ખરેખર મેઘ વરસતે છતે આહારને લઈને આવી. તેઓ વડે=આચાર્ય વડે કહેવાઈ – કેવી રીતે તું આવેલી છે?તેણી બોલી – અચિત્ત પ્રદેશથી, કેવી રીતે ? એ પ્રમાણે પૂછતા=પૂછતા આચાર્યને, કહેવાયું – કેવલજ્ઞાનના બળથી, તેથી શું હું સિદ્ધ થઈશ નહિ ? એ પ્રમાણે સૂરિ ચિંતાતુર થયા. ઇતરા=પુષ્પચૂલા સાધ્વી, કહે છે – ઊંચા મનવાળા ન થાઓ, તમને ગંગાની મધ્યમાં કેવલજ્ઞાન થશે અને તેઓ ગચ્છને પ્રયાણ કરાવવાના દિવસથી માંડીને પોતાને વિશેષથી વિકૃષ્ટતમ તપ-સંયમ વડે ભાવન કરતા હતા જ. એકવાર વળી ગંગામાં નાવ ઉપર આરૂઢ થયેલા જ્યાં જ્યાં તે રહે છે, ત્યાં ત્યાં આ નાવ નીચે જતી
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy