SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૫ पुष्पस्थगिताऽश्वखुराहता प्रविष्टा विष्टा तद्वदने, तदास्वादनाज्जातप्रत्ययत्वादुत्पन्नभयो निवर्तितुमारब्धोऽसौ, ततो विरक्तत्वादानीतजितशत्रुभिः पुनर्ग्रहो भविष्यतीत्यालोच्य गृहीतः सामन्तैः, पक्वः सह श्वभिः प्रक्षिप्य कुम्भे, विलपन्महाक्लेशेन गतो नरकं गुरुरपि प्रतिपाल्य पर्यायं गतो दिवमिति, एवमन्येनापि परिस्फुटो धर्मः कथनीयः ।।१०५।। ટીકાર્ય : નીવાં. કથનીઃ | જીવન જીવ પ્રાણનું ધારણ પણ=મૂલ્ય, તેને કરીને વિનાશનીય જીવિત પણ કરીને, તુરુમિણી નગરીમાં દત્ત એ તુરુમિણીદત તેની આગળ કાલિકાચાર્યથી શરીર પણ ત્યાગ કરાયું, " શબ્દનું વ્યવહિત સંબંધપણું હોવાથી, શબ્દથી સ્વઅભિપ્રાયથી ત્યાગ કરાયું, પરંતુ ત્યક્ત જ નથી અર્થાત્ આ મને મારે તોપણ મારે અસત્ય કહેવું નહિ, એ પ્રકારના અભિપ્રાયથી શરીર ત્યાગ કરાયું, અધર્મ સંયુક્ત પાપસહિતનું વચન, કહેવાયું નહિ જ, આ અક્ષરાર્થ છે. હવે કથાનક છે – તુરામિણી નગરીમાં દત્ત નામે બ્રાહ્મણ મંત્રી રાજ્યને વશ કરીને અને જિતશત્રુ રાજાને ઉઠાડીને અધિષ્ઠિત કરાયું છે. રાજ્ય જેના વડે એવો બહુ યાગોને કરવા લાગ્યો, એકવાર તેના મામા કાલિકાચાર્ય આવ્યા, માતા વડે કહેવાયેલો તેની પાસે ગયો. વંદન કરીને યાગનું ફળ પૂછયું. ગુરુ કહે છે – ધર્મ અહિંસા આદિથી સાધ્ય છે, તે કહે છે – યાગનું ફળ કહો, ગુરુ કહે છે – હિંસા કુગતિનું કારણ છે. તે કહે છે – શું આ અપ્રસ્તુત ? ગુરુ કહે છે – જો એ પ્રમાણે તો યજ્ઞનું ફળ નરકમાં પાત છે. તે કહે છે – અહીં કયો પ્રત્યય =સાબિતી ? ગુરુ કહે છે – સાતમા દિવસે ખવાયેલી છે અશુચિ એવા કુંભીપાક વડે તું પકાવાઈશ, આ પ્રત્યય છે. તે કહે છે – તું ક્યાં જઈશ? ગુરુ કહે છે – કરાયેલા ધર્મવાળો દેવલોક જઈશ, તેથી ક્રોધવાળો એવો તેમના નિરોધક પુરુષોને ચોકીદાર સૈનિકોને, કરીને સાફ કરાયો છે રાજમાર્ગ એવો સાતમા દિવસે ભ્રાન્તિથી તે દુષ્ટ શ્રમણને મારું એ પ્રમાણે રાજમાર્ગમાં જતાને અતિવેગવાળો માળીથી મુકાયેલી પુષ્પથી ઢંકાયેલી અશ્વની બુરાથી ઊડેલી વિષ્ટા તેના મુખમાં પ્રવેશી, તેના આસ્વાદનથી થયેલા પ્રત્યયપણાથી ઉત્પન્ન થયેલા ભયવાળા તેણે પાછા ફરવાનો આરંભ કર્યો. ત્યારપછી વિરક્તપણું હોવાથી લવાયેલા જિતશત્રુ વડે વળી દુઃખે કરીને ગ્રહણ કરવા યોગ્ય થશે, એ પ્રમાણે વિચારીને સામંતો વડે ગ્રહણ કરાયેલો કૂતરાઓની સાથે કુંભમાં નાંખીને મહાક્લેશથી વિલાપ કરતો પકાવાયેલો નરકમાં ગયો. ગુરુ પણ સંયમ પર્યાયને પાલન કરીને દેવલોકમાં ગયા. આ પ્રમાણે અન્ય વડે પણ સ્પષ્ટ ધર્મ કહેવા યોગ્ય છે. 7/૧૦૫ ભાવાર્થ : નિઃસ્પૃહી મુનિઓ ધર્મમાત્રમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે, તેથી ધર્મની પુષ્ટિ થાય તેવું વચન જ બોલે છે. અધર્મની પુષ્ટિ થાય તેવું વચન ક્યારેય બોલતા નથી. આથી કોઈ શિકારી સુસાધુને પૂછે કે
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy