SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૨-૧૭૩ તેઓને તત્ત્વ દેખાય છે. આથી જ ઘણાં શાસ્ત્રો ભણેલા હોય છતાં તત્ત્વને જોવામાં ચીકણાં કર્મો વિદ્યમાન હોય તો તત્ત્વ જોઈ શકતા નથી અને માન-ખ્યાતિ મેળવવામાં જન્મ નિષ્ફળ કરે છે અને ચીકણાં કર્મો વિપાકમાં આવે ત્યારે મૂઢ મતિવાળા થાય છે, માટે દુઃખિત ત્યાગ કરતો નથી કે સુખિત ત્યાગ કરતો નથી, એવી નિયત વ્યાપ્તિ નથી, પરંતુ ચીકણાં કર્મોના લેપવાળા જીવો ભોગોનો ત્યાગ કરતા નથી, તેની સાથે નિયત વ્યાપ્તિ છે, માટે કલ્યાણના અર્થી જીવે વિપર્યાસ આધાયક ચીકણા કર્મના ક્ષય માટે ઉદ્યમ કરવો જોઈએ. II૧૭શા અવતરણિકા : तथाहिઅવતરણિકાર્ય :તે આ પ્રમાણેકચીકણાં કર્મોથી જીવો ભોગોનો ત્યાગ કરતા નથી. તે આ પ્રમાણે – ગાથા : जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । न चयइ तहा अहनो, दुब्बुद्धी कप्परं दमओ ।।१७३।। ગાથાર્થ : જે પ્રમાણે ચક્રવર્તી તેટલા વિસ્તૃત પરિગ્રહને મુહૂર્તથી ત્યાગ કરે છે, તે પ્રમાણે અન્ય દુર્બુદ્ધિ એવો દ્રમક કર્પરને ત્યાગ કરતો નથી-ઘડા આદિના કપાલને ત્યાગ કરતો નથી. II૧૭all ટીકા : यथा त्यजति चक्रवर्ती भरतादिः प्रविस्तरं परिग्रहं तावन्तं षटखण्डभरतादिप्रमाणं मुहूर्तेन क्षणमात्रेण, न त्यजति तथा अधन्यो निर्भाग्यो, दुर्बुद्धिः कलुषमतिः, कर्परं घटादिकपालं द्रमको ર રૂત્તિ પાર૭રૂપા ટીકાર્ચ - યથી ચર્નતિ .ર તિ છેજે પ્રમાણે ચક્રવર્તી ભરત આદિ પ્રવિસ્તરને પરિગ્રહને, તેટલાક પખંડ ભરતાદિ પ્રમાણ, મુહૂર્તથી=ક્ષણમાત્રથી, ત્યાગ કરે છે. તે પ્રમાણે અધ=વિર્ભાગ્ય, દુબુદ્ધિ= કલુષ મતિવાળો, દ્રમક=૨ક, કર્પરને=ઘટાદિ કપાલને ત્યાગ કરતો નથી. II૧૭૩ ભાવાર્થ : જેમનાં ચીકણા કર્મો અતિપ્રચુર છે, તેમને તપ-સંયમને અભિમુખ ભાવ થતો જ નથી અને વિદ્યમાન પણ ચીકણાં કર્મો તેવાં દઢ નથી, તેમને તપ-સંયમ જ સેવવા યોગ્ય છે, તેવી સ્થિર બુદ્ધિ હોય છે,
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy