SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭3 ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૭, ૧૬૮-૧૬૯ ભગવાન ! રમત જ આ સદ્દભૂત પ્રસંગ થયો. તે કારણથી બીજા સ્થાને આપણે જઈએ, જેટલામાં મારા બાંધવો આવે નહિ, ગુરુ કહે – હું રાત્રિમાં જોતો નથી, તેથી તું જા. માર્ગને જોઈને આવ, તે નવદીક્ષિત વડે તે કરાયું, તે બન્ને રાત્રિમાં પ્રવૃત્ત થયા. ખાડા-ટેકરાનું અલન હોતે છતે ગુરુને રોષનો ઉત્કર્ષ થયો. હે દુષ્ટ શિષ્ય! તારા વડે કેવા પ્રકારનું જોવાયું ? ઇત્યાદિ બોલતા ગુરુ વડે શિષ્ય મસ્તકમાં તાડન કરાયો. તેથી હા, મંદભાગ્ય એવા મારા વડે આ મહાત્મા, આવા પ્રકારની અવસ્થાને પ્રાપ્ત કરાયા. એ પ્રમાણે આને સંવેગ થયો. વળી તાડન કરાતાનો આ=સંવેગ, વૃદ્ધિ પામ્યો, શુક્લધ્યાન થયું, કેવલજ્ઞાન ઉત્પન્ન કરાયું. સમ્યક માર્ગ વડે લઈ જવાને માટે આરંભ કરાયો અને સવારમાં ઝરતા લોહીથી સ્નાન કરાવાયેલી મૂર્તિ એવા તેને જોતા સુરિને પણ “અહો ! આજે દીક્ષિત થયેલા એવા પણ આના પ્રશમનો પ્રકર્ષ ! વળી મારું નિર્વિવેકીપણું' એ પ્રમાણે પ્રગટ થતા પશ્ચાત્તાપ રૂપ અગ્નિથી બળાતા કર્મવાળા ચંડરુદ્રાચાર્યને જીવવીર્યશક્તિનું અચિંત્યપણું હોવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. l/૧૯૭ll ભાવાર્થ : કેટલાક અનેક ગુણોથી કલિત શિષ્ય હોય એવા મહાત્માઓ ગુણવાન ગુરુનો તે પ્રકારે અતિશય વિનય કરે છે. તે વિનયને જોઈને ગુરુને પણ વિશેષ પ્રકારનો સંવેગ થાય છે. સામાન્યથી ગુરુની સંવેગપૂર્વકની આચરણાથી શિષ્યોને સંવેગની વૃદ્ધિ થાય છે. આમ છતાં કેટલાક શિષ્યો તે પ્રકારની વિશિષ્ટ યોગ્યતાવાળા હોય છે, તેઓની તીવ્ર સંવેગપૂર્વકની આચરણા હોવાથી ગુણવાન ગુરુનો અતિશય વિનય કરે ત્યારે શિષ્યના તે પ્રકારના વિનયથી પ્રગટ થતા ક્ષમાદિ ભાવોને જોઈને ગુરુને પણ તીવ્ર સંવેગ થાય છે, જેમ ચંડરુદ્રાચાર્યના શિષ્યની તે પ્રકારની વિનયવાળી પ્રકૃતિને જોઈને ચંડરુદ્રાચાર્યને પણ મોક્ષમાર્ગમાં જે નિર્મળ શ્રદ્ધા હતી, તે અતિશય તીવ્ર બને છે. જેના ઉત્કર્ષથી તેમણે કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેથી ગુણવૃદ્ધિના અર્થી યોગ્ય જીવે ગુણવાન ગુરુનો અતિશય વિનય કરવો જોઈએ. ll૧૧૭ી. અવતારણિકા : तदेवं परुषेऽपि गुरौ विनयः कार्यः इत्युक्ते मा कश्चिदभव्यमपि तं न त्यक्ष्यतीति तच्छिक्षणार्थमाहઅવતરણિકાર્ય - આ રીતે=પૂર્વગાથામાં ચંડરુદ્રાચાર્યનું દષ્ટાંત બતાવ્યું એ રીતે, કઠોર પણ ગુરુમાં વિલય કરવો જોઈએ, એ પ્રમાણે કહેવાય છતે કોઈક=કોઈક શિષ્ય, અભવ્ય પણ=અયોગ્ય પણ, ગુરુનો ત્યાગ કરશે નહિ, તેને બોધ આપવા માટે કહે છે – ગાથા : अंगारजीववहगो, कोई कुगुरुसुसीसपरिवारो । सुमिणेहि जईहिं दिट्ठो, कोलो गयकलहपरिकिन्नो ।।१६८।।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy