SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૯ રત્નત્રયની પરિણતિવાળા સુસાધુને વંદન કરાવીને તેઓમાં વર્તતા રત્નત્રયની આશાતના કરે છે. જે આશાતનાના પાપથી પોતે તે રીતે માર્ગથી ભ્રષ્ટ થશે કે ઘણા ભવો સુધી સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ થશે, માટે જેઓને આત્મસાક્ષીએ જોતાં પોતાનામાં રત્નત્રયની પરિણતિ નથી દેખાતી, તેઓએ ભગવા, વચનાનુસાર ક્રિયા કરનારા સુસાધુને જોઈને તેમને વંદન કરવાનો નિષેધ કરવો જોઈએ, પરંતુ મેં પહેલા દીક્ષા લીધી છે, આમણે પાછળથી દીક્ષા ગ્રહણ કરી છે, તેમ વિકલ્પ કરીને તેમણે મને વંદન કરવું જોઈએ, એવો આગ્રહ રાખવો જોઈએ નહિ, પરંતુ અજ્ઞાનને વશ કે કોઈ સંયોગને વશ તેઓ વંદન કરે તો તેમને નિષેધ કરવો જોઈએ. જો નિષેધ ન કરે તો મોક્ષમાર્ગની વિરાધના કરીને અવશ્ય પોતાના આત્માનો નાશ કરે છે. બે પ્રકારના પથથી મુકાયેલા મૂઢ સાધુ કેમ પોતાના આત્માને જાણતા નથી, એ પ્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સુસાધુ સંયમમાં ઉત્થિત થઈને વીતરાગ થવા યત્ન કરે છે અને સુશ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય માટે સાધુની ભક્તિ અને ભગવાનની ભક્તિ કરે છે, એ બન્ને પથથી તેઓ રહિત છે; કેમ કે સુસાધુની જેમ ત્રણ ગુપ્તિપૂર્વક સંયમની સર્વ ક્રિયા કરતા નથી, તેથી અસંયમની પરિણતિરૂપ ક્લિષ્ટ પરિણામ છે, માટે સાધુ નથી અને સાધુના વેષમાં છે, તેથી ગૃહસ્થ પણ નથી, માટે પ્રમાદી સાધુ પોતે બેય પથથી રહિત છે, છતાં સુસાધુને વંદન કરાવે છે તે મૂઢ છે. આથી જ પોતાના આત્માને જાણતા નથી. તેઓ મોક્ષપથમાં ચાલનારા નથી અને શ્રાવક પણ નથી, તેથી સુસાધુને વંદન કરાવવું તે તેમને ઉચિત નથી, આમ છતાં માનકષાયને વશ સંયમપર્યાયથી અમે મોટા છીએ, તેમ માનીને સુસાધુને વંદન કરવાનો નિષેધ ન કરે અને સુસાધુ વંદન ન કરે તો કુપિત થાય તેવા છે, તે સાધુ પોતાના આત્માનો વિનાશ કરે છે; કેમ કે રત્નત્રયીની આશાતના કરીને મહાપાપને બાંધે છે. Il૨૯ll અનુસંધાનઃ ઉપદેશમાલા ભાગ-૨
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy