SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯-૨૦ ટીકા ઃ महिलानां स्त्रीणां सुबहूनामपि मध्यादिह जनेऽपीति सम्बन्धः, समस्तगृहसार: सर्वद्रव्यनिचयादिः, राजपुरुषैर्नीयते राजकुलं प्राप्यते यस्मिन् गृहे पुरुषो नास्त्यधनिकत्वादिति ।। १९ ।। ટીકાર્ય : महिलानां ત્વાવિતિ ।। આ લોકમાં પણ ઘણી પણ સ્ત્રીઓની મધ્યમાંથી સમસ્ત ઘરનો સાર રાજપુરુષો વડે રાજકુળમાં લઈ જવાય છે, જેના ઘરમાં પુરુષ નથી; કેમ કે નિઃસ્વામિકપણું છે=તે ધનનો સ્વામી કોઈ પુરુષ નથી. ।।૧૯। ભાવાર્થ : લોકનીતિથી પણ પુરુષપ્રધાનતા સ્પષ્ટ કરવા માટે કહે છે ઘરમાં ઘણી સ્ત્રીઓ હોય, છતાં કોઈ પુરુષ ન હોય તો તેના ઘણા પણ ધનમાંથી જે સારભૂત ધનનો સમૂહ છે તે રાજકુળમાં લઈ જવાય છે, આ રાજનીતિ છે, તે નીતિ પણ બતાવે છે કે ધનનો ભોક્તા પુરુષ જ પ્રધાન છે, તેમ ધર્મના ક્ષેત્રમાં પણ પુરુષની પ્રધાનતા સ્વીકારવી જોઈએ. II૧૯લા અવતરણિકા : यथायं पुरुषप्रधानो धर्मस्तथा जनरञ्जनाप्रधान इति यश्चिन्तयति तं प्रत्याहं ..... અવતરણિકાર્ય : જે પ્રમાણે આ પુરુષપ્રધાન ધર્મ છે, તે પ્રમાણે જનરંજનપ્રધાન ધર્મ છે, એ પ્રમાણે જે ચિંતવન કરે તેના પ્રત્યે કહે છે ગાથા : किं परजणबहुजाणावणाहिं वरमप्पसक्खियं सुकयं । इय भरहचक्कवट्टी, पसन्नचंदो य दिट्ठता ।।२०।। ગાથાર્થ : પરજન જ્ઞાપના વડે શું ? અર્થાત્ કાંઈ નથી, આત્મસાક્ષિક સુકૃત શ્રેષ્ઠ છે, અહીં ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર દૃષ્ટાંત છે. II૨૦ના ટીકા ઃ ज्ञाप्यते परप्रतीतं क्रियतेऽमूभिरिति ज्ञापना रञ्जना, बहवश्च ता ज्ञापनाश्च बहुज्ञापनाः परजनस्य बहुज्ञापना इति समासः ताभिः, किं ? न किञ्चित्, असारत्वात्तासां । वरं प्रधानमात्मा
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy