SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૪ થયો. ત્યાર પછી થયેલા બલના ઉત્કર્ષવાળો અપ્રતિમલ્લપણાથી જે પ્રમાણે જોવાયેલું તે પ્રમાણે રાજાદિની સ્ત્રીઓને અને દ્વેષથી બ્રાહ્મણની કન્યાઓને અને ઋષિપત્નીઓને ભોગવતો અને ત્રણ સંધ્યાએ ભગવાનના આયતનોમાં વંદન, પૂજન, ગીત, નૃત્ય આદિને કરતો ઇચ્છા પ્રમાણે પૃથ્વી ઉપર વિચારવા લાગ્યો. એકવાર ઉજ્જયનીમાં ચંડપ્રદ્યોત રાજા “ખરેખર કોણ આ પાપીને મારશે ” એ પ્રમાણે મોટા અમર્ષથી સભામાં બોલ્યો, તેની ગણિકા ઉમા કહે છે – તમારા આદેશથી હું મારીશ, તેણે કહ્યું – એ પ્રમાણે તું કર. એકવાર કલગીવાળી વિકસ્વર કળીદાર બે કમળ છે હાથમાં જેને એવી તેણીએ વિમાનારૂઢ થયેલા આકાશમાંથી ઊતરતા વિકસિત કમલમાં હાથને ફેલાવતા એવા તેને મુકુલિત કમળ પાસે લઈ જઈને કહ્યું – તું આવા પ્રકારનાને યોગ્ય છે, વિકસિતોને નહિ, જે તું મુગ્ધ બુદ્ધિવાળી સ્ત્રીઓને પ્રાર્થના કરે છે, મારા જેવી પ્રોઢ સ્ત્રીઓને નહિ, તેથી તેના વચનકૌશલથી આકૃષ્ટ ચિત્તવાળો નિગ્ધ દષ્ટિરૂપી યષ્ટિથી હણાયેલો તેના ઘરે ગયો, તેના સૌંદર્યથી આવર્જિત હૃદયવાળા તેને તેણીમાં અનુરાગનો ઉત્કર્ષ થયો, અન્ય નારીનો તર્ષ નિવૃત્ત થયો અને થયેલા અત્યંત વિશ્વાસવાળો તેણી વડે કહેવાયો. કયા અવસરે વિદ્યા તમારાથી દૂર જાય છે ? સ્નેહલંધિતપણું હોવાથી સ્ત્રીના ચિત્તને નહિ જાણીને તે ચાપલનેaઉત્તરને, કહે છે – મૈથુન સમયે વિદ્યાઓ મારાથી દૂર જાય છે. આણી વડે રાજાને જણાવાયું, તેના વડે તેના ઘાતને માટે પુરુષો નિયુક્ત કરાયા. તેણી બોલી – મને કેવી રીતે રક્ષણ કરશો ? તેથી તેના પેટ ઉપર રહેલા પઘદલ આદિના છેદના ધારથી તેઓ વડે પ્રતીતિ કરાવાઈ. તેણી ગયે છતે રાજાએ મનુષ્યોને કહ્યું – બન્નેને પણ હણવા, આથી કોઈ અનર્થ ન થાય, તેઓ વડે તેમ કરાયું. તેથી વિદ્યાઓથી અધિષ્ઠિત થયેલો તેનો શિષ્ય નંદીશ્વર નગરની ઉપર મોટી શિલાને લઈને કહે છે, મારા ગુરુનો ઘાત કરનારા એવા તમારો છુટકારો નથી. સાચે જ, રાજા સહિત સર્વ પણ પુરવાસીઓને હું ચૂર્ણ કરીશ. તેથી તેને અર્થ અર્થાત્ બલિ આપવાપૂર્વક નગરલોકો સહિત રાજા બોલ્યો – હે ભગવાન ! પ્રસન્ન થાઓ, નહિ જાણતા અમારા વડે આચરણ કરાયું, તે બોલ્યો – જો એ પ્રમાણે છે તો રહેલા એવા આ બન્નેની દેવાલયમાં પૂજા અને પ્રતિષ્ઠાને કરો, સ્વીકારીને તેઓ વડે તે કરાયું, પરાકાષ્ઠાને પામ્યું, તે સત્યકી વળી મરીને નરકમાં ગયો. /૧૭૪ ભાવાર્થ કોઈ જીવ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળો હોય, શાસ્ત્રનો ઘણો અભ્યાસ કરેલો હોય છતાં અત્યંત વિષયસુખના રાગને વશ હોય અને વિષયસુખનો રાગ પ્રવર્ધમાન બને તો વિપર્યાસબુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેનું સમ્યજ્ઞાન પણ નિષ્ફળપ્રાયઃ બને છે. જેનાથી સંસારના ક્લિષ્ટ પરિભ્રમણને પ્રાપ્ત કરે છે, તેથી સ્ત્રી પ્રત્યેનો રાગ બધા પ્રકારના ભોગોના આકર્ષણનું કારણ બને છે, જીવના સમ્યક્તના નાશનું કારણ બને છે અને શાસ્ત્રના બોધને પણ નિષ્ફળ કરવાનું કારણ બને છે. જે જીવ સમ્યગ્દર્શન સાથે આગમનો અભ્યાસ કરીને અલ્પકાળમાં સંસારના ક્ષયને પામનાર છે, તે જીવ પણ અત્યંત વિષયસુખના રાગને વશ દુરંત સંસારમાં ભટકે છે. અહીં ગ્રંથકારશ્રી શિષ્યને કહે છે – સત્યકીનું દૃષ્ટાંત છે. જો કે સત્યની સમ્યગ્દષ્ટિ છે, શાસ્ત્રઅધ્યયન કરીને અગિયાર અંગના ધારક થયા છે અર્થાત્ પટુ પ્રજ્ઞાને કારણે સાધ્વીના ઉપાશ્રયમાં રહીને સાંભળી-સાંભળીને અગિયાર અંગના ધારક બન્યા. તેથી બહુશ્રુત
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy