SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ ઉપદેશમાલા ભાગ-૧| ગાથા-૧૮૭-૧૮૮ तथा महाघितो महाघः कृत आचार्यादिपदस्थापनेन तद्गुणपक्षपातिभिरिति गम्यते, स तु मूढस्तथा तत् करोति किमपि दुष्टचरितं जीवः, पातयति विनाशयति यथाऽऽत्मनः सम्बन्धि-स्थानमर्चनादिनिबन्धनं, पतितश्च पश्चात् तेषामपि निन्द्यो भवति स्तोकेन च बहु हारयति ।।१८७।। ટીકાર્ય : અશ્વિતો ... રાતિ | અર્ચન કરાયેલો–દેવતાની જેમ ગંધ-ચંદન આદિથી પૂજન કરાયેલો, સદ્ગણના ઉત્કીર્તનથી વંદન કરાયેલો, વસ્ત્રાદિ વડે પૂજન કરાયેલો, અભ્યત્થાનાદિ વડે સત્કાર કરાયેલો, મસ્તકથી પ્રણામ કરાયેલો, અચિત એવો આ વંદિત એવો તે આ પૂજિત ઈત્યાદિ કર્મધારય સમાસ છે અને મહર્ધિત=મહાઈ કરાયેલો-તેના ગુણના પક્ષપાતીઓ વડે આચાર્ય આદિ પદના સ્થાપનથી મહાઈ કરાયેલો, તે મૂઢ તે પ્રમાણે કરે છે કંઈક દુષ્ટ ચરિત્ર કરે છે, જે પ્રમાણે પોતાના સંબંધિ સ્થાનને અર્ચનાદિ કારણવાળા સ્થાનને, વિનાશ કરે છે અને પતિત થયેલો પાછળથી તેઓને પણ લિંદ થાય છે અને થોડા વડે ઘણું હારે છે. ll૧૮ ભાવાર્થ સંસારમાં કેટલાક જીવો માન-ખ્યાતિના અર્થી હોય છે અને માન-ખ્યાતિને પ્રાપ્ત કર્યા પછી વિષયોમાં તેવા મૂઢ રહે છે. જેથી આલોકમાં પણ તિરસ્કારને પામે છે અને ઇન્દ્રિયને પરવશ જીવો તે તિરસ્કારને જાણતા નથી. તેને બતાવવા માટે કહે છે – કેટલાક જીવો સાધુપણું લઈને વિદ્વાન થાય ત્યારે લોકોથી પૂજન, અર્ચના, વંદના, સત્કાર કરાય છે અને તેના ગુણના પક્ષપાતીઓ વડે આચાર્ય આદિ પદ ઉપર સ્થાપન કરાવાય છે. છતાં જ્યારે તે જીવો વિષયોમાં મૂઢ બને છે, ત્યારે તે પ્રકારનું દુષ્ટ ચેષ્ટિત કરે છે. તેથી અત્યાર સુધી જે શ્રાવકો તેમને પૂજનાદિ કરતા હતા, તેઓ જ તેનાથી વિમુખ થાય છે. તેથી થોડા સન્માનને મેળવીને આલોકમાં પણ નિંદ્ય બને છે અને પરલોકમાં પણ દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. તેથી એ ફલિત થાય કે વિષયોમાં મૂઢ થયેલો જીવ આલોકમાં જે પ્રકારે અનર્થને પ્રાપ્ત કરે છે તેને જોતો નથી, માટે મૂઢતાના પરિહારના અર્થીએ શાસ્ત્રવચનનું ભાવન કરીને આત્માના દમન માટે સતત ઉદ્યમ કરવો જોઈએ.ll૧૮૭ના અવતરણિકા : अत एवाह અવતરણિકાર્ય : આથી જ કહે છેઃઅનભિજ્ઞ એવા સાધુ આલોકની ક્ષતિને જોતા નથી. આથી જ કહે છે – ગાથા : सीलव्वयाइं जो बहुफलाइं हंतूण सोक्खमभिलसइ । धिइदुब्बलो तवस्सी, कोडीए कागिणीं किणइ ।।१८८।।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy