SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૬-૬૭ ગાથા : जइ दुक्करदुक्करकारओ त्ति भणिओ जहडिओ साहू । तो कीस अज्जसंभूइविजयसीसेहिं न वि खमियं ?।।६६।। ગાથાર્થ : જો દુષ્કર દુષ્કરકારક એ પ્રમાણે કહેવાયેલ સ્થૂલભદ્ર યથાસ્થિત સાધુ હોય, તો આર્ય સંભૂતવિજયના શિષ્યો વડે કેમ સહન કરાયું નહિ? Illl ટીકા - यदि दुष्करदुष्करकारक इति दुष्करादपि दुष्करं तदनुष्ठाता अयमिति सम्भ्रमेण भणितो गुरुणेति गम्यते, कः ? यथास्थितस्तथाविध एव साधुः स्थूलभद्र इत्यर्थः । ततः किमित्यार्यसम्भूतविजयशिष्यैर्न क्षान्तं तद्वचः ? अपिशब्दस्तेषां विवेकाभाव-सन्दर्शनार्थः ।।६६।। ટીકાર્ચ - ર . રર્શનાર્થ છે જો દુષ્કર દુષ્કરકારક દુષ્કરથી પણ દુષ્કર તેના અનુષ્ઠાતા, આ છેઃસ્થૂલભદ્ર છે, એ પ્રમાણે સંભ્રમથી ગુરુ વડે કહેવાયેલા સ્થૂલભદ્ર યથાસ્થિતeતેવા પ્રકારના જ સ્થૂલભદ્ર સાધુ છે, તો આર્ય સંભૂતવિજયના શિષ્યો વડે કયા કારણથી તેમનું વચન સહન કરાયું નહિ ? ગર શબ્દ=ગાથામાં રહેલો ઓપ શબ્દ, તેઓના વિવેકના અભાવના સંભાવના અર્થવાળો છે. list, ભાવાર્થ : સ્થૂલભદ્ર મુનિ દુષ્કર દુષ્કર કાર્ય કરીને આવે છે, ત્યારે આર્ય સંભૂતિવિજયસૂરિના શિષ્યો ગુણવાન ગુરુ જે પ્રકારે કહે છે, તે પ્રકારે તેના તાત્પર્યને જોડવાને બદલે અન્ય રીતે યોજન કરે છે, તેથી વિચારે છે કે આ ગુરુ લોકાચારને અનુસરનારા છે, માટે અદુષ્કરકારક મંત્રીપુત્ર છે, તેને દુષ્કરકારક કહે છે, ગુણ પ્રત્યેની અવલોકનદૃષ્ટિ ઉપઘાત થયેલી હોવાથી ઈર્ષાથી એ પ્રકારે ઉપયોગ પ્રવર્તે છે કે જેથી ખરેખર સ્થૂલભદ્રએ દુષ્કર કર્યું છે, એ પ્રમાણે જોઈ શકતા નથી, તેથી તે શિષ્ય ક્ષમાને ધારણ કરી શક્યા નહિ, પરંતુ અવિવેકને કારણે ગુણવાન એવા ગુરુના વચનમાં અને ગુણવાન એવા સ્થૂલભદ્રના ગુણોમાં મત્સરવાળા થયા. Iકકા અવતરણિકા : તથાદિઅવતરણિકાર્ય :તે આ પ્રમાણે –
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy