SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૮ ૨૧૧ ગાથાર્થ : રાગ-દ્વેષ વડે અતુલ એવા કટુક રસવાળા જે અકાર્યને જાણતો પણ જીવ તેને જ સેવે છે, અહો તેને ધિક્કાર થાઓ. II૧૨૮II ટીકા : धिग्धिगिति सम्भ्रमे द्विवचनम, अहोशब्दः खेदे, पश्यत यूयमिति पार्श्वस्थामन्त्रणे वा, अकार्य धिक्कारार्ह कष्टमेतत्, यज्जानन्नपि रागद्वेषाभ्यां फलमसत्प्रवृत्तेः हेतुभूताभ्यां कार्यमतुलं महत्कटुकरसमुग्रविपाकं, तथापि तदेव तत्कारणभूतमसच्चेष्टितं निषेवते जीवः प्राणीति ।।१२८ ।। ટીકાર્ય : િિિિત્ત .. પ્રાતિ | ધિમ્ ધિનું એ પ્રમાણે સંભ્રમમાં બે વખત વચન છે, ગદા શબ્દ ખેદમાં છે અથવા તમે જુઓ, એ પ્રમાણે પાસે રહેલાને આમંત્રણ અર્થમાં છે. અકાર્ય=ધિક્કાર યોગ્ય છે આ કષ્ટ છે, હેતુભૂત એવા રાગ-દ્વેષથી=અકાર્યના હેતુભૂત એવા રાગ-દ્વેષથી, અતુલ= મોટું, કટુક રસવાળું=ઉગ્ર વિપાકવાળું, ફળ=અસત્ પ્રવૃત્તિનું કાર્ય, જેને જાણતો પણ છે, તોપણ તેને જ=તેના કારણભૂત અસત્ ચેષ્ટિતને જીવ સેવે છે. ૧૨૮ ભાવાર્થ - જેઓનાં વિવેકચક્ષુ પ્રગટ થયેલાં છે, તેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે અને વિવેકચક્ષુથી જોઈ શકે છે કે રાગ-દ્વેષ આ લોકમાં પણ અનેક ફ્લેશો કરાવે છે, પરલોકમાં પણ અનેક ફ્લેશો કરાવે છે, તેથી રાગ-દ્વેષ દ્વારા મહાન કટુરસવાળું ફળ પ્રાપ્ત થાય છે. આમ જાણવા છતાં પણ અનાદિથી પ્રમાદનો અભ્યાસ હોવાથી તેવા વિવેકી જીવો પણ રાગ-દ્વેષને વશ થઈને અકાર્યને સેવે છે, તે અકાર્ય અત્યંત નિદ્ય છે, તે બતાવવા માટે કહે છે – તેવા અકાર્યને ધિક્કાર થાઓ. આનાથી એ ફલિત થાય કે તત્ત્વના જાણનારા જીવો પણ ઉપદેશના વચનથી ભાવિત નથી હોતા, ત્યારે અનાદિના સંસ્કારોને વશ થઈને અનેક પ્રકારનાં પાપોને કરે છે, જોકે તેઓને રાગ-દ્વેષના ફળનો બોધ છે, તેથી પાપ કરતી વખતે કંઈક સકંપતા રહે છે, તોપણ કષાયોના પ્રચુર દબાણને કારણે તેઓ કષાયોના આવેગને વાળવા સમર્થ નથી અને તે જીવો જ ઉપદેશના વચનથી ભાવિત થાય, ત્યારે તે ઉપદેશના વચનથી તે પ્રકારના કષાયોનું વારણ પણ કરી શકે છે, તેવા જીવોને ઉપદેશ આપવા માટે કહે છે – આવા અકાર્યને ધિક્કાર થાઓ. આથી સમ્યગ્દષ્ટિ જીવ પણ પ્રમાદવશ હોય છે, ત્યારે રાગકેષના કટ્રવિપાકને જાણે છે, તોપણ પાતને અભિમુખ થાય છે અને ઉપદેશના વચનથી ગુણસ્થાનકમાં સ્થિર થાય છે. આથી જ સિંહગુફાવાસી મુનિ પણ ઈર્ષાના વશથી ગુણસ્થાનકથી પાત પામ્યા અને ઉપકોશાના વચનથી પ્રતિબોધ પામ્યા અને ગુણસ્થાનકમાં સ્થિર થયા, તેથી બધા સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્રવચનથી તે રીતે ભાવિત થઈને અવસ્થિત ગુણસ્થાનકમાં રહી શકતા નથી, નિમિત્તોને પામીને રાગ
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy