________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૩
૧૧૩
અવતરણિકા :
ननु कथमस्याब्रह्मप्रार्थनामात्रेणैव यतित्वं नष्टमित्याहઅવતરણિકાર્ચ -
નનુથી શંકા કરે છે – આમને=સિંહગુફાવાસી મુનિને, અબ્રહ્મની પ્રાર્થના માત્રથી જ યતિપણું કેવી રીતે નષ્ટ થયું ? એથી કહે છે – ગાથા :
जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा ।
पत्थितो य अबंभं, बंभा वि न रोयए मज्झं ॥६३।। ગાથાર્થ :
જો સ્થાની હોય કાયોત્સર્ગમાં રહેલ હોય, જો મૌન હોય, જો મુંડી હોય, વલ્કલી હોય અથવા તપસ્વી હોય, અબ્રહ્મની પ્રાર્થના કરતો બ્રહ્મા પણ મને રુચતો નથી. II all ટીકા :
यदिशब्दाः सर्वेऽभ्युपगमे, तदसकृद्ग्रहणं चाशेषशेषगुणयुक्तोऽप्यब्रह्मप्रवृत्तो न किञ्चिदित्यादरख्यापनार्थम् । स्थानी कायोत्सर्गिकः, मौनी वाक्प्रसरनिरोधवान्, मुण्ड्यपनीतकेशः, वल्कली तरुत्वग्वासाः तपस्वी विकृष्टतपोनिष्टप्तदेहः, वाशब्दाज्जट्यादिपरिग्रहः । किं बहुना भाषितेन ? प्रार्थयन्नभिलषन्नब्रह्म मैथुनं, ब्रह्मापि लोकप्रसिद्ध्या परमेष्ठ्यपि, आस्तां तावदन्यः, न रोचते मह्यं ज्ञातजिनवचनसारत्वान्मे न प्रतिभातीत्यर्थः ।।६३।। ટીકાર્ય :
વિશા ..... પ્રતિમાનીત્ય | ર શબ્દો સર્વ અભ્યપગમમાં છે અને તેનું વારંવાર ગ્રહણ શેષ-અશેષ-ગુણયુક્ત પણ=બ્રહ્મચર્યથી શેષ સર્વ ગુણથી યુક્ત પણ, અબ્રહ્મમાં પ્રવૃત્ત થયેલો કંઈ તથી, એ પ્રકારના આદરતા વ્યાપન માટે છે=બ્રહ્મચર્ય વિષયક આદરના ખ્યાપન માટે છે, સ્થાનીક કાયોત્સર્ગ કરનાર, મૌતીકવાણીના પ્રસરના નિરોધવાળા, મુંડી=દૂર કરાયેલા કેશવાળા, વલ્કલી=વૃક્ષની છાલના વસ્ત્રવાળા, તપસ્વી=અત્યંત તપથી તપાવેલા દેહવાળા, વા શબ્દથી જટી આદિનું ગ્રહણ છે, વધારે કહેવાથી શું ? અબ્રહ્મની=મૈથુનની, પ્રાર્થના કરતો=અભિલાષ કરતો, બ્રહ્મા પણ=લોક પ્રસિદ્ધિથી પરમેષ્ઠી પણ, અચ તો દૂર રહો, મને રુચતો નથી=જણાયેલા જિતવચનનું સારપણું હોવાથી મને તે સુંદર લાગતો નથી. li૬૩