SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૯-૧૧૦ ૧૮૫ અહીં=સર્વજ્ઞના શાસનમાં રહેલો, કરત તો સફળ થાત મોક્ષાદિ સાધક થાત, કથાનક તામલિની જેમ જાણવું. ૧૦૯ાા ભાવાર્થ : પૂરણ શ્રેષ્ઠિ ભદ્રક પ્રકૃતિવાળા હતા, આત્મકલ્યાણ માટે અતિદુષ્કર તપ કરતા હતા. છતાં ભગવાનના શાસનના પરમાર્થની પ્રાપ્તિ ન હતી અને તેની મતિ તાપસના અજ્ઞાતધર્મથી વાસિત હતી, તેથી સર્વજ્ઞશાસનના વિવેકપૂર્વક દયાવાળા થઈને તે તપ કર્યો નહિ, તેથી વિશેષ ફળવાળો ન થયો, તે રીતે જ ભગવાનના શાસનમાં સ્થૂલથી સાધુપણું લઈને કષ્ટોને વેઠે છે, જીવોની દયા કરે છે, તોપણ સૂક્ષ્મ બોધ નહિ હોવાથી સાધુ સર્વ આચરણા દ્વારા કઈ રીતે નિગ્રંથભાવ પ્રસ્થિત છે, તેના પરમાર્થને જાણતા નથી, એથી નિગ્રંથભાવને અનુકૂળ બળ સંચય થાય તે પ્રકારે તપ કરતા નથી, તેઓ અતિદુષ્કર તપ કરે, તોપણ એમનો મહાક્લેશ પૂરણની જેમ અનર્થક જ થાય અબહુ ફળવાળો થાય અને જે વિવેકસંપન્ન શ્રાવક છે, તે પણ ભાવસાધુના નિગ્રંથભાવને જોનારા છે, તેથી તે નિગ્રંથભાવની પ્રાપ્તિ થાય તે રીતે શક્તિ અનુસાર સદા શ્રાવકધર્મને પાળીને શક્તિ સંચય કરે છે, તેઓ પણ ભાવના પ્રકર્ષથી મહાફલને પામે છે. આથી જ ભાવસાધુ એવા બળદેવ મુનિ પ્રત્યે બહુમાન ભાવવાળા રથકાર દાનની ક્રિયામાત્રથી પણ મહાફલને પામ્યા અને હરણે પણ બલભદ્ર મુનિના મુનિભાવના પરમાર્થને જાણનાર અને રથકારના દાનના ઉત્તમ પરિણામને જોનાર હોવાથી તે દાનની અનુમોદના માત્રથી સુગતિરૂપ મહાફળને પ્રાપ્ત કર્યું, એથી ધર્મકૃત્યમાં વિવેક બલવાન કારણ છે અને વિવેકી જીવો તપ કરીને સર્વજ્ઞના વચનાનુસાર તે પ્રકારની આત્માની દયા કરે છે, તેઓનો તપ વિશેષ ફળવાળો બને છે. II૧૦૯ અવતરણિકા : सर्वज्ञशासनस्थो हि कारणेऽपवादे वर्तमानोऽपि स्वशक्त्योद्यच्छन्नाराधक एवेत्याहઅવતરણિતાર્થ : સર્વજ્ઞશાસનમાં રહેલો કારણથી અપવાદમાં વર્તતો પણ સ્વશક્તિથી ઉધમ કરતો આરાધક જ છે, એને કહે છે – ગાથા - कारणनीयावासे सुट्टयरं उज्जमेण जइयव्वं । जह ते संगमथेरा, सपडिहेरा तया आसि ।।११०।। ગાથાર્થ - કારણથી નિત્યવાસમાં અત્યંત ઉધમથી યત્ન કરવો જોઈએ, જે પ્રમાણે તે સંગમ સ્થવિર ત્યારે સપ્રાતિહાર્ય હતા. ll૧૧૦ll
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy