SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપદેશમાલા ભાગ-૧/ ગાથા-૧૧૦-૧૧૧ ટીકા - ___ कारणेन क्षीणजङ्घाबलत्वादिना नित्यावास एकत्र वसनं, तस्मिन् सुष्ठुतरमतिशयेनोद्यमेन यतितव्यं यत्नः कार्यः, एवं हि क्रियमाणे यथा ते सङ्गमस्थविराः सप्रातिहार्या देवतासम्पाद्यातिशयवन्तस्तदासन्, तथान्येऽपि भवन्तीति गम्यते । कथानकं प्राक्कथितमिति ।।११०।। ટીકાર્ય : સાર ... પ્રવિથિમિતિ આ કારણથી =ક્ષીણ જંઘાબલવાદિ કારણથી, નિત્ય આવાસ એક સ્થાને રહેવું, તેમાં અત્યંત ઉદ્યમથી યત્ન કરવો જોઈએ. આ પ્રમાણે કરાતે છતે=જંઘાબળ ક્ષીણ થાય ત્યારે અત્યંત ઉદ્યમથી નિત્યાવાસ થાય એ રીતે કરાય છતે, જે પ્રમાણે તે સંગમ આચાર્ય સ્થવિર સપ્રાતિહાર્યા–દેવતાસંપાઘ અતિશયવાળા, ત્યારે હતા, તે પ્રમાણે અન્ય પણ થાય છે એ પ્રમાણે જણાય છે. કથાનક પહેલાં કહેવાયેલું છે. ૧૧૦ના ભાવાર્થ - સુસાધુએ વીતરાગના વચનાનુસાર ઉચિત કૃત્યો કરીને નિઃસંગતાની પ્રાપ્તિ થાય તેવો જ યત્ન કરવો જોઈએ, અન્ય રીતે યત્ન કરવાથી તેનું કષ્ટમય જીવન અબહુફલવાળું થાય છે. આથી જ ક્ષીણ જંઘાબલ આદિ કારણો ઉત્પન્ન થયાં હોય ત્યારે સાધુએ અત્યંત ઉદ્યમપૂર્વક નિત્યવાસમાં યત્ન કરવો જોઈએ. જેથી એક સ્થાનમાં વસીને સતત ગુણસ્થાનકની વૃદ્ધિમાં યત્ન થઈ શકે. ફક્ત ત્યાં પણ જંઘાબલ અનુસાર એક નગરમાં ક્ષેત્રનું પરાવર્તન આદિ કરીને ક્ષેત્રનો પ્રતિબંધ ટાળવા યત્ન કરવો જોઈએ અને જેઓ શક્તિના પ્રકર્ષથી વિહારમાં ઉદ્યમ કરે છે, તેઓ વિહારના શ્રમથી શ્રાંત થાય છે અને ક્ષીણ જંઘાબળ હોવાના કારણે અને બળથી કરાયેલા વિહારને કારણે શારીરિક ક્લેશોને અનુભવે છે, માનસિક સ્વસ્થતાને પ્રાપ્ત કરી શકતા નથી અને ભગવાનના વચનાનુસાર તે તે ભાવોમાં ઉદ્યમ કરી શકતા નથી, તેમની આચરણા અવિવેકમૂલક હોવાથી વિશિષ્ટ ફલવાળી થતી નથી અને વિવેકી એવા સંગમાચાર્ય તે પ્રકારે સ્થિરવાસ કરીને પણ દેવતાથી સંપાઘ અતિશયવાળા થયા, તેમ અન્ય પણ સાધુઓ ભગવાનના વચનથી ભાવિત થઈને તે પ્રકારે કરે તો તેમના ભાવના પ્રકર્ષથી મહાનિર્જરાને પ્રાપ્ત કરે અને અતિવિશુદ્ધિની પ્રાપ્તિ કરે તો સંગમાચાર્યની જેમ દેવતાસંપાદ્ય અતિશયવાળા થાય. I૧૧ના અવતરણિકા : विपर्ययदोषमाहઅવતરણિકાર્ય :વિપર્યયમાં અકારણે સ્થિરવાસમાં, દોષને કહે છે –
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy