________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૩-૨૪
૩૫ ધર્મ છે, માટે આત્મસાક્ષિક ધર્મ છે, બાહ્યક્રિયા સાપેક્ષ ધર્મ નથી; કેમ કે લોકને તો સાધુવેષ, સાધુના આચારો ઇત્યાદિ જોઈને આ ધર્માત્મા છે, ત્યાગી છે, ભગવાનના વચનાનુસાર શુદ્ધ આચારો પાળે છે તેમ દેખાય છે, આમ છતાં તેવા શુદ્ધ આચાર પાળનાર પણ જો તે તે નિમિત્તોથી વાચ્ય પદાર્થો પ્રત્યે સંશ્લેષના પરિણામને કરતા હોય તો તે શુદ્ધ આચારના પાલનકાળમાં પણ બાહ્ય પદાર્થના સંશ્લેષજન્ય અધર્મને કરે છે, જેથી ભવપરંપરાની વૃદ્ધિ થાય છે અને જેઓ નિપુણપ્રજ્ઞાથી પોતાના ચિત્તનું અવલોકન કરીને અને દુરંત સંસારના પરિભ્રમણનો વિચાર કરીને આત્માને સદા અનુશાસન આપે છે, તેવા વિવેકી જીવો તે પ્રકારે અનુષ્ઠાન કરે છે, જે અનુષ્ઠાન સ્વભૂમિકાનુસાર અસંશ્લેષભાવોને પ્રાપ્ત કરીને આત્માના નિર્લેપભાવના સુખને લાવનાર થાય છે, પરંતુ બીજાને રંજન કરવાના આશયથી માત્ર બાહ્ય આચારોને પાળીને પોતાને કૃતકૃત્ય માનતા નથી.
આથી જ ચૌદ પૂર્વધર પણ જ્યારે બાહ્ય પદાર્થ પ્રત્યે સંશ્લેષવાળા થાય છે ત્યારે સંયમના વાચ્ય આચારો સ્થૂલથી તે રીતે જ પાળતા હોય છે, તેથી લોકમાં સુવિહિત સાધુ તરીકે પૂજાય છે તોપણ પ્રાપ્ત થયેલ વિવેક નષ્ટ થયેલ હોવાના કારણે તે ત્યાગાત્મક અનુષ્ઠાન પણ પરરંજનામાં ઉપયોગી થવાથી દુરંત સંસારનું કારણ બને છે, માટે સર્વ ઉદ્યમથી નિપુણતાપૂર્વક આત્માને અનુશાસન આપવું જોઈએ, જેથી આત્માના પરિણામો અસંશ્લેષને અભિમુખ પ્રવર્તે અને તે પ્રકારે સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવવું જોઈએ, જેથી આત્માનું રક્ષણ થાય. ૨૩મા અવતરણિકા :
यतो भाव एव शुभाऽशुभकर्मकारणमित्याहઅવતરણિકાર્ય :
જે કારણથી=નિશ્ચયથી પોતાના આત્માને નિપુણતાપૂર્વક અવલોકન કરે તો પોતાના ભાવો જોઈ શકે છે અને તે સુખાવહ અનુષ્ઠાન કરે છે તેમ કહ્યું, તેમાં હેતુ કહે છે જે કારણથી, ભાવ જ શુભાશુભ કર્મનું કારણ છે અર્થાત્ વાચ્ય અનુષ્ઠાન નહિ, પરંતુ ભાવ જ શુભાશુભ અનુષ્ઠાતનું કારણ છે, એને કહે છે –
ગાથા :
जं जं समयं जीवो, आविसई जेण जेण भावेण ।
सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ।।२४।। ગાથાર્થ :
જે જે સમયે જીવ જે જે ભાવથી આવિષ્ટ થાય છે, તે જીવ તે તે સમયે શુભાશુભ કર્મને બાંધે છે. ll૨૪ll.