SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ ૨૬૯ कृष्ण ! बहु अद्य साधितं त्वया, क्षायिकं सम्यग्दर्शनं तीर्थकरनामगोत्रं च लब्धं, सप्तमनरकपृथिवीप्रायोग्यं च ते कर्म यदासीत्तत्तृतीयनरकपृथिवीयोग्यं निर्वर्तितमिति ।।१६५ ।। ટીકાર્ચ - સુતસ્વિનાં નિર્વર્તિતતિ / સતપસ્વી સાધુઓનાં=શોભન સાધુઓનાં, પૂજા-પ્રણામ-સત્કારવિનયકર્મમાં તત્પર એવો શ્રાવક બંધાયેલા પણ અશુભ કર્મને શિથિલ કરે છે, એમ સંબંધ છે. અહીં પૂજા વસ્ત્ર આદિથી છે, પ્રણામ મસ્તકથી છે, સત્કાર વાણીથી ગુણના કીર્તનરૂપ છે. વિનય અભ્યત્થાન-આસન દાનાદિ છે, આ જ કાર્યો છે અથવા કાર્ય પ્રત્યક્ષીકના ઉપદ્રવનું વારણ આદિ છે, પૂજા અને પ્રણામ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેમાં તત્પર તેની નિષ્ઠાવાળો, શું કરે છે? તેથી કહે છે – બંધાયેલા પણ=ગ્રહણ કરાયેલા પણ, જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્મને ક્લિષ્ટ કર્મને, શિથિલ કરે છે, કોની જેમ ? એમાં દગંતને કહે છે – દશાર્પતૃની જેમ=કૃષ્ણની જેમ – પરિવાર સહિત એવા ભગવાન અરિષ્ટનેમિને દ્વાદશાવર્ત વંદન વડે વંદન કરીને થયેલા શ્રમના અતિરેકવાળા તેણે પૂછ્યું – ભગવાન ! ત્રેસઠ સો સંગ્રામ વડે મને તેવા પ્રકારનો થાક નથી લાગ્યો જેવા પ્રકારનો આજે સાધુઓને વંદન કરવાથી લાગ્યો. ભગવાને કહ્યું – તારા વડે આજે ઘણું સિદ્ધ કરાયું – ક્ષાયિક સમ્યગ્દર્શન, તીર્થકરનામગોત્ર અને સાતમી નરકમૃથ્વી પ્રાયોગ્ય તારું જે કર્યુ હતું, તે ત્રીજી નરક પૃથ્વી પ્રાયોગ્ય કર્યું. ll૧૬પો ભાવાર્થ : કોઈ સાધુ ભગવાનના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને મોહની સામે સદા સુભટની જેમ લડતા હોય તેવા શોભન સાધુને જોઈને જે શ્રાવકને તેના ગુણો પ્રત્યે અત્યંત ભક્તિ થઈ છે અને તે ભક્તિના અતિશયને કારણે પોતાના સંયોગ અનુસાર પૂજા-પ્રણામાદિ કરે તો ગુણવાનની ભક્તિના કાળમાં વર્તતા ગુણો પ્રત્યેના પ્રવર્ધમાન રાગને કારણે પૂર્વમાં બંધાયેલું અશુભ કર્મ શિથિલ થાય છે, કેમ કે જે ભાવથી જે કર્મ બંધાય છે, તેનાથી વિરુદ્ધ ભાવથી તે કર્મ નાશ પામે છે. આથી જ અત્યંત અશુભ ભાવથી ક્લિષ્ટ કર્મ બંધાયેલાં તે ગુણવાનના ગુણોના પ્રવર્ધમાન રાગથી શિથિલ થાય છે, જેમ કૃષ્ણ મહારાજા ગુણસંપન્ન ગુરુઓના ગુણોના પારમાર્થિક બોધવાળા હતા, ગુણના અત્યંત રાગી હતા, આથી નેમનાથ ભગવાનને અઢાર હજાર સાધુના પરિવાર સહિત જોઈને તે સર્વને દ્વાદશાવર્ત વંદનથી વંદન કરે છે અર્થાત્ એક દિવસમાં તે સંભવ નહિ હોવાથી પ્રતિદિન શક્તિ અનુસાર વંદન કરતાં કેટલાક દિવસે અઢાર હજાર સાધુને દઢ પ્રણિધાનપૂર્વક વંદન પૂર્ણ કરે છે, તે ઉપયોગના બળથી તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અર્થાત્ ગુણવાન સાધુના ગુણોના સ્મરણપૂર્વક વંદન કરતી વખતે પ્રવર્ધમાન ગુણના રાગને કારણે ખંડ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરીને ક્ષાયિક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. વળી ગુણોના રાગનો પ્રકર્ષ હોવાથી તીર્થકર નામકર્મ બાંધે છે અને વાસુદેવના ભવને કારણે જે સાતમી નરક પૃથ્વી પ્રાયોગ્ય કર્મ બાંધેલું હતું, તેને વિશુદ્ધ અધ્યવસાયથી અલ્પ કરીને ત્રીજી નરક પ્રાયોગ્ય કરે છે. તેથી ગૃહસ્થ પણ વિધિપૂર્વક સાધુની પર્યાપાસના કરીને સાધુની જેમ સુખપૂર્વક સંસારનો ક્ષય કરી શકે છે. II૧૬પા.
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy