________________
૩૧૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૮–૧૯૯
ગાથાર્થ ઃ
જીવથી મુકાયેલા નખ-દાંત-માંસ-કેશ-હાડકાંઓ, તેઓ વડે પણ કૈલાસ-મેરુપર્વત જેટલા ફૂટો થાય. ૧૯૮૫૫
ટીકા ઃ
नहदन्तमंसकेसट्ठिएसु त्ति तृतीयार्थे सप्तमी, ततश्च यानि नख - दन्त-मांस - केशास्थीनि जीवेन विप्रमुक्तान्यनादौ भवे तैरपि पिण्डितैरिति शेषः, किं ? भवेयुः कैलाशमेरुगिरिसन्निभा महापर्वततुल्या इत्यर्थः कूटाः स्तूपा इति । । १९८ ।।
ટીકાર્થ ઃ
.....
नह • કૃતિ ।। નખ-દાંત-માંસ-કેશ-હાડકાં તૃતીયાના અર્થમાં સપ્તમી છે અને તેથી જે જીવથી મુકાયેલા નખ, દાંત, માંસ, કેશ, હાડકાં, અનાદિ ભવમાં એકઠાં કરાયેલાં તેઓ વડે શું ? એથી કહે છે કૈલાસ-મેરુગિરિ જેવડા=મોટા પર્વતો જેવડા, ફૂટો=સ્તૂપો, થાય. ૧૯૮
-
ભાવાર્થ :
સંસારમાં પરિભ્રમણ કરતા જીવે અનંતાં શરીરો મૂક્યાં, તે શરીરના નખ-દાંત આદિ અવયવો એકઠા ક૨વામાં આવે તો મેરુપર્વત જેવા ઘણા સ્તૂપો થાય અર્થાત્ તેનાથી પણ અનંતગુણા નખ આદિના પુદ્ગલોને પ્રાપ્ત કરીને જીવે ત્યાગ કર્યા છે, તેથી સંસારમાં પ્રાપ્ત થતા શરીરનું સ્વરૂપ સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ અને કઈ રીતે સંસારનો ઉચ્છેદ થાય, જેથી આ દુઃખની પરંપરા પ્રાપ્ત થાય નહિ, એમ ગંભીરતાપૂર્વક સમાલોચન કરવું જોઈએ. II૧૯૮
અવતરણિકા :
તથા
અવતરણિકાર્ય :
અને જીવે અન્ય કેટલાં દુઃખો ભોગવ્યાં છે, તે બતાવતાં કહે છે
ગાથા :
-
हिमवंतमलयमंदरदीवोदहिधरणिसरिसरासीओ ।
अहियरो आहारो, छुहिएणाहारिओ होज्जा । । १९९।।
ગાથાર્થ ઃ
સુધિત જીવ વડે હિમવંત-મલય-મંદર-દ્વીપ-ઉદધિ-પૃથ્વી જેવા રાશિથી અધિકતર આહાર ભક્ષણ કરાયેલો થાય. II૧૯૯