________________
૩પ૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૮-૨૨૯ સાધુપણાનું પાલન શક્ય હોય ત્યારે સુવિદિતો તેમની નિશ્રામાં રહીને સંયમની આરાધના કરે છે, ત્યારે સુસાધુઓ મૂળ-ઉત્તરગુણથી રહિત પણ તે સાધુને વંદન કરે છે અર્થાત્ માત્ર બતાવવા માટે નહિ, પરંતુ તેમનામાં જે વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણો છે, તેના પ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક વંદન કરે છે.
જેઓ શિથિલ આચારવાળા છે, છતાં સુવિદિત પરમાર્થવાળા છે અર્થાત્ જાણ છે કે આ સાધુઓ સંયમમાં અપ્રમત્ત છે, તેથી તેઓ અમને વંદન કરે તે અમારા મોટા અનર્થ માટે છે, તેથી કારણને આશ્રયીને વંદન કરતા હોય તોપણ શિથિલ સાધુ તેમને નિવારણ કરે અને તે શિથિલ સાધુ પણ સંવિગ્નપાક્ષિક છે, તેથી મૂળ-ઉત્તરગુણ રહિત હોવા છતાં પણ તેનામાં સુંદરતા છે, તે બતાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં બહુવચનનો પ્રયોગ કર્યો છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રના અધ્યયનના પ્રયોજનથી કે સન્માર્ગમાં પ્રવૃત્તિ માટે અનુશાસનના પ્રયોજનથી શાસ્ત્રમાં અનિપુણ સુસાધુઓ સંવિગ્નપાક્ષિકની નિશ્રા કરીને શાસ્ત્રઅધ્યયન કરે કે સંયમ પાળે ત્યારે તે મહાત્મામાં જે અંશથી જ્ઞાન-દર્શનનો પરિણામ છે અને સત્યભાષિતારૂપ બીજું દુર્ધર મહાવ્રત છે, તેને સ્મૃતિમાં રાખીને તેટલી ભક્તિથી વંદન કરે છે, તે સંવિગ્નપાક્ષિક સાધુ જ્યારે વંદન કરતાને નિવારણ કરે ત્યારે વંદન ન કરે તો પણ તેમની ઉચિત ભક્તિ આદિ સર્વ ક્રિયા કરે છે અને સંવિગ્નપાક્ષિક ઉત્તરગુણમાં અનુત્થિત હોવાને કારણે કોઈક કાળે મૂળગુણ પ્રગટ થયેલ હોય તો પણ નાશ પામે છે અને મૂળગુણમાં સાક્ષાત્ પ્રતિસેવના નહિ હોવા છતાં જેઓ હંમેશ ઉત્તરગુણની પ્રતિસેવા કરે છે, તેમનામાં મૂળગુણનો સંભવ રહેતો નથી અને તેવા પ્રકારનો પ્રમાદી સ્વભાવ હોવાને કારણે તત્ત્વના જાણનાર પણ સંવિગ્નપાક્ષિક ઉત્તરગુણમાં સદા પ્રમાદી હોવાથી મૂળ-ઉત્તરગુણ રહિત છે, તોપણ મૂળ-ઉત્તરગુણવાળા સાધુ પ્રત્યે તેને અત્યંત ભક્તિ છે અને બહુમાન છે. વળી પોતાની હીનતા દેખાય તોપણ સાધુધર્મની પ્રરૂપણા તે રીતે કરે છે, જેથી યોગ્ય જીવોને સુસાધુ કઈ રીતે મૂળ-ઉત્તરગુણમાં યત્ન કરે છે, તેનો યથાર્થ બોધ થાય, પરંતુ પોતાની હીનતા દેખાશે, તેવા આશયથી તે પદાર્થ વિષયક કોઈ સ્પષ્ટતા ન કરે, જેથી પોતે હીન ચારિત્રી છે, તેમ દેખાય નહિ, તો તેમનો શુદ્ધ પ્રરૂપણા ગુણ પણ નાશ પામે. આથી જ પોતાની હીનતા દેખાવા છતાં માર્ગનું રક્ષણ કરે છે, તે તેમનું દુર્ધર વ્રત છે, તેથી વિષમકાલમાં સંવિગ્નપાક્ષિક સાધુ પણ સુસાધુને સન્માર્ગમાં પ્રવર્તાવવા સમર્થ હોવાથી વંદન યોગ્ય જ છે. ફક્ત સુસાધુનું ઔચિત્ય અન્ય છે, સંવિગ્નપાક્ષિક સાધુનું ઔચિત્ય અન્ય છે, તેથી વંદન કરવા તત્પર થયેલા સુસાધુને સંવિગ્નપાક્ષિક નિવારણ કરે છે. ll૨૨૮
અવતરણિકા :
व्यतिरेकमाहઅવતરણિતાર્થ :
વ્યતિરેકને કહે છે=સંવિગ્સપાક્ષિક સાધુ વંદન કરતા સુસાધુને નિવારણ ન કરે તો શું અર્થ થાય ? તે રૂ૫ વ્યતિરેકને કહે છે –