________________
зцо
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૭–૨૨૮ આ પ્રમાણે માનીને અન્ય વડે પણ=બીજાએ પણ, દુરશીલનો સંગ છોડીને સુશીલ સાથે સંવાસ કરવો જોઈએ. હવે અક્ષરાર્થ કહેવાય છે –
હે મુનિ ! હે સુવિહિત =શોભન અનુષ્ઠાનવાળા, એ પ્રમાણે શિષ્યને આમંત્રણ છે, ગિરિશુક અને પુષ્પશુકના આહરણમાં=દષ્ટાંતમાં, જે કારણસંસર્ગદોષને જણાવવારૂપ કારણ, તેની વિધિને જાણનાર=પ્રસ્તુત દાંતના તત્વના પ્રકારને જાણનાર છતો એવો તું શીલવિકલ એવા પાર્થસ્થાદિનો પરિહાર કર અને તેના વર્જનમાત્રથી તોષવાળો થા નહિ, તો શું ? એથી કહે છે – તું સ્વયં ઉદ્યમશીલ થા. ૨૨ા ભાવાર્થ -
બે પોપટ ભાઈઓ હતા, તેમાંથી એક પોપટ પર્વતના ચોરો પાસે મોટો થયો. તે ગિરિશુક કહેવાયો. બીજો તાપસી પાસે વૃદ્ધિ પામ્યો. તે પુષ્પશુક કહેવાયો. ચોરની પલ્લીમાં રહેનારો પોપટ ચોર જેવી ખરાબ ભાષા શીખેલો અને પુષ્પશુક તાપસ જેવી સત્કારની ભાષા શીખેલો. તે દૃષ્ટાંત દ્વારા ગ્રંથકારશ્રી મુનિને સંબોધન કરતાં કહે છે – હે શોભન અનુષ્ઠાનવાળા મુનિ ! અર્થાત્ તેં સંયમ ગ્રહણ કર્યું છે, એથી સુંદર અનુષ્ઠાનવાળા મુનિ ! આ દૃષ્ટાંતનું ભાવન કરી તારે વિચારવું જોઈએ કે એક માતા-પિતાથી તે બન્ને પોપટ ઉત્પન્ન થયેલા હોવા છતાં કુસંગથી એક ખરાબ પ્રકૃતિવાળો થયો અને સત્સંગથી બીજો સુંદર પ્રકૃતિવાળો થયો. તેથી કલ્યાણના અર્થી એવા તારે સંયમમાં પ્રમાદી સાધુનો અત્યંત ત્યાગ કરવો જોઈએ અને સંયમમાં સતત અપ્રમાદથી યત્ન કરવો જોઈએ. જેથી આ ભવમાં મનુષ્યજન્મ નિષ્ફળ થાય નહિ, પરંતુ સંયમની સુંદર આચરણાજન્ય સ્વાથ્યની વૃદ્ધિ થાય અને પરલોકમાં પણ અનર્થોની પરંપરા થાય નહિ. IN૨૨૭ળા અવતરણિકા -
तदेवमसति कारणे पार्श्वस्थादिवर्जनमभिधायाऽधुना कारणतस्तद्वन्दनप्राप्तिः, तैश्च यत् कर्त्तव्यं तदाहઅવતરણિકાર્ય -
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, કારણ ન હોય તો પાર્થસ્થાદિના વર્જનને કહી=સુસાધુએ પાર્થસ્થાદિનો ત્યાગ કરવો જોઈએ એ પ્રમાણે કહીને, હવે કારણથી તેને વંદનની પ્રાપ્તિ છેઃ પાર્થસ્થાદિને વંદનપ્રાપ્તિ છે અને તેઓ વડે પાર્થસ્થાદિ વડે, જે કર્તવ્ય છે તેને તે બન્ને વસ્તુને, કહે છે –
ગાથા -
ओसन्नचरणकरणं, जइणो वंदंति कारणं पप्प । जे सुविइयपरमत्था, ते वंदंते निवारेंति ।।२२८ ।।