________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૯
ગાથા :
सुविहियवंदावेंतो, नासेई अप्पयं तु सुपहाओ । दुविहपहविप्पमुक्को, कहमप्प न जाणई मूढो ।। २२९ ।।
ગાથાર્થ ઃ
સુવિહિતને વંદન કરાવતો મુનિ સુપથથી પોતાનો જ નાશ કરે છે, બે પ્રકારના માર્ગથી મુકાયેલો મૂઢ કેમ આત્માને જાણતો નથી ? II૨૨૯॥
ટીકા ઃ
सुविहितान् सुसाधून् वन्दयंस्तद्वन्दननिषेधमकुर्वन्नाशयति आत्मानमेव, तुशब्दस्यावधारणार्थत्वात् सुपथात् ज्ञानादेर्मोक्षमार्गाद् द्विविधपथविप्रमुक्तः साधु श्रावकानुष्ठेयमार्गभ्रष्ट इति हृदयं, तथाहिनाऽसौ यतिः क्लिष्टपरिणामत्वात् न गृहस्थोऽपि लिङ्गदर्शनादतः कथमात्मानं न जानाति मूढो येन सुसाधून् वन्दापयतीति ।। २२९ ।।
૩૫૩
ટીકાર્ય ઃ
सुविहितान् . . વન્દ્રાવતીતિ।। સુવિહિતોને=સુસાધુઓને, વંદન કરાવતો=તેના વંદનના વિષયમાં નિષેધ નહિ કરતો, પોતાનો જ નાશ કરે છે; કેમ કે તુ શબ્દનું અવધારણ અર્થપણું છે, શેનાથી પોતાનો નાશ કરે છે ? એથી કહે છે
1
સુપથથી=જ્ઞાનાદિ મોક્ષમાર્ગથી, પોતાનો નાશ કરે છે, બે પ્રકારના માર્ગથી મુકાયેલો=સાધુ અને શ્રાવકના અનુપ્તેયમાર્ગથી ભ્રષ્ટ થયેલો સાધુ પોતાનો નાશ કરે છે એમ અન્વય છે. બે પ્રકારના પથથી કેમ ભ્રષ્ટ છે ? તે તથાદિથી બતાવે છે આ યતિ નથી; કેમ કે ક્લિષ્ટપરિણામપણું
છે=ત્રણ ગુપ્તિઓની પરિણતિના અભાવરૂપ ક્લિષ્ટપરિણામપણું છે, ગૃહસ્થ પણ નથી; કેમ કે લિંગનું દર્શન છે=સાધુવેષનું દર્શન છે, તેથી બે પ્રકારના પથથી મુકાયેલો છે. આથી કેવી રીતે મૂઢ પોતાને જાણતો નથી જે કારણથી સુસાધુને વંદન કરાવે છે. ।।૨૨૯।।
-
ભાવાર્થ :
જે સાધુ સમિતિ-ગુપ્તિમાં દૃઢ યત્નવાળા નથી, તેથી શિથિલ મૂળ-ઉત્તરગુણવાળા છે અર્થાત્ ઉત્તરગુણોનું વિપરીત સેવન કરી કરીને મૂળ-ઉત્તરગુણ રહિત થયેલા છે, તેઓ સંવિગ્નપાક્ષિક છે અથવા સંવિગ્નપાક્ષિક પણ નથી, પરંતુ સર્વથા માર્ગથી રહિત છે અને જેઓ સંવિગ્નપાક્ષિક છે, તેઓ સુવિહિત સાધુને પોતાને વંદન કરવાનો નિષેધ કરે છે અને જેઓ સુવિહિત સાધુને વંદન કરાવે છે, તેઓ જ્ઞાનાદિ મોક્ષમાર્ગથી પોતાને નાશ કરે છે; કેમ કે પોતાનામાં રત્નત્રયની પરિણતિરૂપ ભાવસાધુપણું નથી, છતાં