________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૮
૩પ૧
ગાથાર્થ :
કારણને પામીને યતિઓ અવસન્ન ચરણકરણવાળા સાધુને વંદન કરે છે, જેઓ સુવિદિત પરમાર્થવાળા છે તેઓ અવસન્ન ચરણ-કરણવાળા સાધુઓ વંદન કરતા તે સાધુને નિવારણ કરે છે. ર૨૮II
ટીકા :
अवसत्रचरणकरणं शिथिलतरमूलोत्तरगुणं यतयः सुसाधवो वन्दन्ते कारणं पर्यायादिकं प्राप्याऽऽसाद्य, तत्र ये शीतलविहारिणः सुविदितपरमार्था ज्ञातागमसद्भावा यदुत महतेऽनायेदमस्माकमित्यात्मज्ञास्ते वन्दमानान् सुसाधून निवारयन्ति एकवचनोद्देशे सति बहुवचननिर्देशः तेषां संविग्नपाक्षिकतया सुन्दरताज्ञापनार्थः ।।२२८ ।। ટીકાર્ય :
પ્રવાસન્ન .. જ્ઞાપનાર્થઃ II અવસ= ચરણકરણવાળાને શિથિલ કરાયા છે મૂળ-ઉત્તરગુણ જેના વડે એવા સાધુને, યતિઓ સુસાધુઓ, કારણ=પર્યાયાદિને, પ્રાપ્ત કરીને વંદન કરે છે=જ્ઞાનાભ્યાસરૂપ પર્યાય કે તપાદિરૂપ પર્યાયને પ્રાપ્ત કરીને વંદન કરે છે. ત્યાં જે શીતલ વિહારીઓ સુવિદિત પરમાર્થવાળા=જણાયા છે આગમના સદ્ભાવો જેમના વડે એવા, કેવા પ્રકારનો જ્ઞાત આગમ સદ્ભાવ તે યદુતથી બતાવે છે – આસુસાધુઓ અમને વંદન કરે છે એ, અમને મોટા અનર્થ માટે છે. એ પ્રકારે આત્મજ્ઞ એવા તેઓ વંદન કરતા સુસાધુઓને નિવારણ કરે છે. એકવચનનો ઉદ્દેશ હોતે છતે યતિઓ અવસગ્ન ચરણકરણવાળા સાધુને વંદન કરે છે, એ કથનમાં અવસન્ન ચરણકરણવાળા સાધુ શબ્દથી એકવચનનો ઉદ્દેશ હોવા છતાં પણ ગાથાના ઉત્તરાર્ધ્વમાં બહુવચનનો નિર્દેશ=જેઓ સુવિદિત પરમાર્થવાળા છે, તેઓ વંદન કરતાને નિવારણ કરે છે. એ વચન દ્વારા બહુવચનનો નિર્દેશ, તેઓના સંવિગ્નપાણિકપણાથી સુંદરતા જણાવવાના અર્થવાળો છે. ૨૨૮ ભાવાર્થ :
ઉત્સર્ગમાર્ગથી સુસાધુઓ ગુણથી પોતાનાથી અધિક સુસાધુને વંદન કરે છે; કેમ કે ગુણાધિક પુરુષને વંદન કરવાથી તેના અધિક ગુણ પ્રત્યે ભક્તિ થવાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને જે સુસાધુ અધિક સંયમપર્યાયવાળા છે, તે અધિક સંયમપર્યાયના બળથી તે સુસાધુના સંયમના ભાવો અધિક સ્થિર થયા છે, એમ અનુમાન કરીને તેમની સાથે વંદનનો વ્યવહાર કરે છે. વળી, જેઓ મૂળ-ઉત્તરગુણમાં શિથિલ છે, તેઓ અવસત્ર ચારિત્રના પરિણામવાળા છે, તેમને સુસાધુ વંદન કરે નહિ. આમ છતાં તેના મૂળઉત્તરગુણથી રહિત પણ સાધુનો જ્ઞાનપર્યાય અધિક હોય, અન્ય ગુણો વિશિષ્ટ હોય એને આશ્રયીને સુસાધુ વંદન કરે છે અર્થાત્ તેઓ પાસે શાસ્ત્રઅધ્યયન કરવા માટે કે તેઓના બળથી સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવા માટે તેઓને વંદન કરે છે. આથી મૂળ-ઉત્તરગુણથી રહિત એવા સંવિગ્નપાક્ષિકની નિશ્રાથી