________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૪-૨૨૫
૩૪૫
સુસાધુ ભગવાનના વચનથી ભાવિત થઈને સતત સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેમની સર્વ પ્રવૃત્તિ વીતરાગતાને અનુકૂળ સદ્વીર્ય ઉલ્લસિત કરે તેવી હોય છે. એથી સુસાધુ હંમેશાં ધર્મધ્યાનમાં વર્તે છે અર્થાત્ તેવું સ્થિર ચિત્ત ન હોય તોપણ તેમનું ચિત્ત ધર્મધ્યાન સન્મુખ હોય છે અને પાર્શ્વસ્થાદિ સાથે વસવાને કા૨ણે તેમની સાથેના વાર્તાલાપાદિ પ્રસંગમાં સુસાધુ ધર્મધ્યાનથી વ્યુત થાય છે, માટે સુસાધુએ પાર્શ્વસ્થાદિની સાથે વસવું જોઈએ નહિ, પરંતુ પોતાનો અપ્રમાદભાવ વૃદ્ધિ પામે એવા સમાન ગુણવાળા કે અધિક ગુણવાળા સાથે વસવું જોઈએ. I॥૨૨૪॥
અવતરણિકા :
तदेष तावत् तन्मध्यगतस्य दोषोऽभ्यधायि यस्तु सुसाधुमध्येऽपि तिष्ठन् मन्दपरिणामता तत्संसर्गं विदध्यात्तमधिकृत्याह
અવતરણિકાર્ય :
તે કારણથી આ તેની મધ્યમાં રહેલા સાધુનો દોષ કહેવાયો=પાર્શ્વસ્થાની મધ્યમાં રહેલા સાધુનો દોષ કહેવાયો. વળી જે સાધુ સુસાધુની મધ્યમાં રહેલો પણ મંદ પરિણામપણાથી તેના સંસર્ગને કરે=પાર્શ્વસ્થાના સંસર્ગને કરે તેને આશ્રયીને કહે છે
ગાથા ઃ
-
लोए वि कुसंसग्गीपियं जणं दुन्नियच्छमइवसणिं ।
निंदइ निरुज्जमं पियकुसीलजणमेव साहुजणो ।। २२५ ।।
ગાથાર્થ :
લોક પણ કુસંસર્ગીપ્રિય ખરાબ રીતે વસ્ત્ર ધારણ કરનાર અતિવ્યસની જનની નિંદા કરે છે, એ રીતે સાધુજન પ્રિય છે કુશીલજન જેને એવા નિરુધમીની નિંદા કરે છે. ।।૨૨૫।ા ટીકા ઃ
एकारान्तस्य प्राकृते प्रथमान्तत्वाल्लोकोऽपि कुसंसर्गिप्रियं इष्टकुशीलकं जनं 'दुन्नियच्छं 'ति देशीभाषया दुष्परिहितं षिड्गवेषमिति यावद्, अतिव्यसनिनं द्यूतादिव्यसनाभिभूतं निन्दति जुगुप्सते, तथा निरुद्यमं सुसाधुमध्यस्थितमपि शिथिलं, प्रियो - वल्लभः कुशीलजनः पार्श्वस्थादिलोको यस्य स तथा तमेवं साधुजनोऽनुस्वारलोपाद्यथा लोकस्तथा निन्दतीति ।। २२५ ।। ટીકાર્થ ઃ
एकारान्तस्य નિવૃતીતિ ।। કાર અંતવાળા શબ્દનું પ્રાકૃતમાં પ્રથમાંતપણું હોવાથી લોક પણ કુસંસર્ગીપ્રિયજન=ઇષ્ટ કુશીલજનને=પ્રિય છે કુશીલજન જેને, દુનાિયચ્છ અતિવ્યસનીની નિંદા કરે