________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૩-૨૨૪
૩૪૩
ગાથાર્થ :
હીન આચારવાળાઓ સાથે આલાપ, સંવાસ, વિશ્વાસ, સંતવ અને પ્રસંગ સર્વ જિનેન્દ્રો વડે નિષેધ કરાયેલો છે. ll૨૨૩/l. ટીકા :
आलापो वचनैः, संवास एकोपाश्रयो, विश्रम्भश्चित्तमीलकः, संस्तवः परिचयः, प्रसङ्गश्च वस्त्रादिदानग्रहणव्यवहारः, किं ? हीनाचारैः पार्श्वस्थादिभिः समं सह, सर्वजिनेन्द्रैः ऋषभादिभिः પ્રતિષ્ઠ:=પ્રતિષિદ્ધ તિ રરરૂા ટીકાર્ચ -
માનાપો ... પ્રતિષિદ્ધ ફરિ | વચનો વડે આલાપ, એક ઉપાશ્રયમાં સંવાસ, ચિત્તનો મીલક એવો વિશ્વાસ, સંસ્તવ=પરિચય અને પ્રસંગ=વસ્ત્રાદિ દાનગ્રહણનો વ્યવહાર હીનાચારવાળા એવા પાર્થસ્થાદિ સાથે ઋષભાદિ સર્વ તીર્થંકરો વડે નિષેધ કરાયેલો છે. Im૨૨૩માં ભાવાર્થ :
સુસાધુએ સંયમની વૃદ્ધિ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. આથી યોગ્ય જીવને ધર્મની પ્રાપ્તિનો પ્રસંગ ન હોય તો ગૃહસ્થની સાથે આલાપાદિ કરતા નથી, પરંતુ આત્માને વીતરાગના વચનથી ભાવિત કરવા યત્ન કરે છે તેમ પાર્થસ્થાદિ સાથે પણ આલાપાદિ કરતા નથી; કેમ કે પ્રમાદ આપાદક મોહને દૂર કરવો અતિદુષ્કર છે. તેથી નિમિત્તને વશ પ્રમાદનો સંભવ રહે છે. વળી એક સ્થાનમાં સાથે સંવાસ પણ કરવો જોઈએ નહિ; કેમ કે સાથે વસવાથી તેમની પ્રમાદી ચેષ્ટા જોઈને પોતાનામાં પણ સુખશીલ સ્વભાવ પ્રગટ થાય. વળી પાર્થસ્થાદિ સાથે પૂર્વના પરિચયાદિ હોય તોપણ ચિત્તના મેલાપ સ્વરૂપ વિશ્વાસ કરવો જોઈએ નહિ; કેમ કે ભગવાનના વચન પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળા એવા પાર્થસ્થાદિ સાથે ચિત્તનો મીલક સંબંધ હોય તો તેનાં પ્રમાદવચનો પણ પોતાને રુચિનો વિષય થાય તો વિનાશનું કારણ બને, માટે સુસાધુ જિનવચનાનુસાર અપ્રમાદથી પ્રવર્તનારા સુસાધુ સાથે કે અપ્રમાદી શ્રાવકની સાથે ચિત્તના મીલક સંબંધરૂપ વિશ્વાસને ધારણ કરે છે. વળી સુસાધુએ પાર્થસ્થાદિનો પરિચય પણ કરવો જોઈએ નહિ; કેમ કે પરિચયથી તેમના પ્રમાદસ્વભાવથી સુસાધુનો આત્મા વાસિત થાય તો વિનાશની પ્રાપ્તિ થાય. વળી સુસાધુએ વસ્ત્રાદિના દાન-ગ્રહણનો વ્યવહાર પણ પાર્થસ્થાદિ સાથે કરવો જોઈએ નહિ; કેમ કે સર્વ તીર્થકરોએ હીન આચારવાળા તેઓની સાથે આલાપાદિ સર્વ કૃત્યો કરવાનો નિષેધ કર્યો છે, માટે ભગવાનની આજ્ઞામાં રત સાધુએ પાર્થસ્થાદિથી દૂર દૂરતર રહેવું જોઈએ. li૨૨૩ાા અવતરણિકા :स्यात् तत्र वसतः को दोष इत्यत आह