________________
૩૪૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૪
અવતરણિકાર્ય :
થાય=આ પ્રકારે પ્રશ્ન થાય, ત્યાં પાર્થસ્થાદિ સાથે, વસતા સુસાધુને કયો દોષ છે ? એથી કહે છે – ગાથા :
अन्नोन्नजंपिएहि, हसिउद्धसिएहिं खिप्पमाणो य ।
पासत्थमज्झयारे, बला जइ वाउली होइ ।।२२४।। ગાથાર્થ :
પાર્થસ્થાની મધ્યમાં રહેલો અન્યોન્ય જલ્પિત હસિત અને ઉદ્ધસિત વડે સાધુ બલાત્કારે ફેંકાતો વ્યાકુળ થાય છે. ર૨૪ll ટીકા :
अन्योन्यजल्पितैर्विकथासम्बद्धपरस्परसम्भाषणैर्हसितोद्भुषितैर्होद्रेकजनितैर्हा-स्यरोमाञ्चैः, क्षिप्यमाणो धर्मध्यानात्प्रेर्यमाणः पार्श्वस्थमध्यकार इति पार्श्वे ज्ञानादीनां तिष्ठन्तीति पार्श्वस्था इति सामान्यव्युत्पत्त्याऽवमग्नादीनामपि ग्रहणात् पार्श्वस्थादिमध्य इत्यर्थः, बलात् कुसंसर्गसामर्थ्याद् यतिः साधुर्व्याकुलीभवति, स्वधर्मस्थैर्यात् च्यव्यत इत्यर्थः ।।२२४ ।। ટીકાર્ય :
ગોચનશ્વિતઃ ... ફર્થ | અન્યોન્ય જલ્પિત વડેત્રવિકથાથી સંબદ્ધ એવા પરસ્પરના સંભાષણ વડે, હસિત અને ઉદ્ધસિત વડેaહર્ષના ઉકથી ઉત્પન્ન થયેલા હાસ્ય રોમાંચો વડે ફેંકાતો= ધર્મધ્યાનથી ફેંકાતો, પાર્થસ્થાની મધ્યમાં રહેલોત્રજ્ઞાનાદિની પાસે રહે એ પાર્શ્વસ્થ, એ પ્રકારની સામાન્ય વ્યુત્પત્તિ દ્વારા અવસાદિનું ગ્રહણ હોવાથી પાર્થસ્થાદિની મધ્યમાં રહેલો યતિ=સાધુ, બલાત્કારે કુસંસર્ગના સામર્થ્યથી, વ્યાકુળ થાય છે પોતાના ધર્મના સ્વૈર્યથી ચલિત થાય છે. ll૨૨૪ ભાવાર્થ :
કોઈક સુસાધુ કલ્યાણના અર્થી હોય તો પણ કોઈક પ્રકારે પાર્થસ્થની મધ્યમાં વર્તતા હોય તો પરસ્પર વિકથાના સંબદ્ધનો પ્રસંગ આવે, જેમ પ્રમાદી પાર્શ્વસ્થા સર્વજ્ઞવચનના પરમાર્થને સ્પર્શે તે પ્રકારના પ્રયોજનથી બોલવાની પ્રકૃતિવાળા નથી, તેથી દેશ-કાળ અને પોતાના સંયોગાનુસાર જે તે પ્રકારની વાતો કરતા હોય, તેમની સાથે સુસાધુ વસે તો નિમિત્તને પામીને સુસાધુની સાથે પણ વિકથા સંબદ્ધ ભાષણ કરે છે. તેથી સુસાધુનો પ્રમાદ પોષાય છે, વળી પાર્શ્વસ્થાદિ હાસ્યાદિ કરીને આનંદ લેવાના સ્વભાવવાળા હોય છે. તેમની સાથે સુસાધુ વસે તો પ્રસંગે તેમને પણ હાસ્યાદિની પ્રવૃત્તિનો પ્રસંગ આવે. વસ્તુતઃ