________________
૩૪૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૨-૨૨૩
પરંપરાનો વ્યવચ્છેદ કરે છે. તેથી દુરંત સંસારની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સૂત્રાનુસારી ઉચિત આચરણા કરવાનો પક્ષપાત હંમેશાં વર્તે છે. એથી જે જે અંશથી તેઓની સૂત્રાનુસારી પ્રવૃત્તિ છે, તે અંશથી કલ્યાણની પ્રાપ્તિ છે. જે જે અંશથી અલના છે, ત્યાં પણ નિંદાનો પરિણામ હોવાથી નિઃશુકતા અર્થાત્ નિર્ધ્વસ પરિણામ નથી, માટે મોટા અનર્થોથી રક્ષણ થાય છે, પરંતુ જો સાધુ પાર્થસ્થાદિની સાથે વસે તો ઉસૂત્ર આચરણાને કારણે તેમના પોતાના વ્રતના લોપનો પણ પ્રસંગ આવે. કઈ રીતે વ્રતના લોપનો પ્રસંગ આવે ? તેથી કહે છે – પાર્થસ્થા સાથે વસવાને કારણે તેઓએ લાવેલાં આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે તો વ્રતનો લોપ થાય; કેમ કે તે પાર્થસ્થાદિ સાધુઓ આધાકર્માદિ દોષથી દુષ્ટ આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે છે, એવાં જ આહાર-વસ્ત્રાદિ સુસાધુ ગ્રહણ કરે તો પાર્શ્વસ્થાની જેમ તેના પણ વ્રતનો લોપ થાય. વળી, તે પાર્થસ્થાદિ સંયમના પરિણામની રક્ષા માટે આધાકર્માદિ ગ્રહણ કરતા નથી, પરંતુ પ્રમાદને વશ ગ્રહણ કરે છે. જે આગમથી નિષિદ્ધ છે અને પાર્થસ્થાદિમાં વસનાર સાધુ તે આહાર-વસ્ત્રાદિ ગ્રહણ ન કરે તો આહારાદિના અભાવને કારણે દેહનો પાત થાય. તેથી સંયમનો નાશ થાય, માટે સુસાધુએ તેઓની સાથે વસવું જોઈએ નહિ. આગાઢ કારણે વસવું પડે તોપણ સ્વશક્તિ અનુસાર આગમ વચનાનુસાર પ્રવૃત્તિ કરીને વ્રતના પરિણામનું રક્ષણ કરવું જોઈએ. જો પાર્થસ્થાદિના નિમિત્તે પોતાના પરિણામનું રક્ષણ ન કરી શકે તો સુસાધુના પણ સંયમનો નાશ થાય અને નિષ્કારણ પાર્થસ્થાની સાથે વસવારૂપ સંક્રમણ પણ વ્રતલોપરૂપ જ છે; કેમ કે ભગવાનની આજ્ઞાનો ભંગ છે, કેમ ભગવાનની આજ્ઞાનો ભંગ છે ? એથી કહે છે – અસંક્લિષ્ટોની સાથે મુનિએ વસવું, જેથી ચારિત્રનો નાશ ન થાય, એ પ્રમાણે આગમ વચન છે, છતાં પ્રમાદને વશ, સ્નેહને વશ, પરિચયને વશ કે અન્ય કોઈ કારણથી જો સુસાધુ પાર્શ્વસ્થાની સાથે વસે તો ભગવાનની આજ્ઞાનો લોપ કરતો હોવાથી તેના સંયમનો નાશ થાય, વિષમ કાલરૂપ આગાઢ કારણે પાર્થસ્થા સાથે વસવું પડે તોપણ ભગવાનના વચનથી અત્યંત ભાવિત થઈને વિશેષ પ્રકારે યત્ન કરે તો જ વ્રતનું રક્ષણ થાય, અન્યથા સુસાધુનું સંયમ નાશ જ પામે, માટે પ્રથમથી જ પાર્થસ્થાથી દૂર રહેવું શ્રેયસ્કર છે. ર૨શા
અવતરણિકા :
શિષ્ય
અવતરણિતાર્થ :
વળી=પાર્થસ્થા સાથે સુસાધુ વસે નહિ. વળી પાર્શ્વસ્થા સાથે અન્ય પણ વ્યવહાર કરે નહિ, તે બતાવવા માટે વિશ્વથી સમુચ્ચય કરે છે –
ગાથા :
आलावो संवासो, वीसंभो संथवो पसंगो य । हीणायारेहिं समं, सव्वजिणिंदेहिं पडिकुट्ठो ॥२२३।।