________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૨
૩૪૧,
ગાથા :
जइ गिण्हइ वयलोवो, अहव न गिण्हइ सरीरवोच्छेओ ।
पासत्थसंगमो वि य, वयलोवो, तो वरमसंगो ॥२२२।। ગાથાર્થ :
જો ગ્રહણ કરે-પાર્થસ્થાદિ સાથે વસીને આહારાદિ ગ્રહણ કરે તો વ્રતનો લોપ થાય અથવા ન ગ્રહણ કરે તો શરીરનો ઉચ્છેદ થાય, પાર્થસ્થમાં સંક્રમ પણ વ્રતલોપ છે, તે કારણથી અસંગ= પારસ્થ આદિ સાથે અસંગ, શ્રેષ્ઠ છે. ૨૨ ટીકા :__ यदि गृह्णाति तत्सम्बन्थ्यशनवस्त्रादीति गम्यते, ततो व्रतलोपः आधाकर्मादिदोषदुष्टत्वादागमनिषिद्धत्वाच्चाथवा न गृह्णाति ततः शरीरव्यवच्छेदः, आहाराद्यभावे तत्पातान्न केवलं तत् सम्बन्धिवस्त्रादिग्रहणं, किं तर्हि ? पार्श्वस्थसङ्क्रमोऽपि च तन्मध्यस्थानलक्षणो व्रतलोपो भगवदाज्ञाभङ्गरूपत्वाद् “असंकिलिटेहिं समं वसेज्जा, मुणी चरित्तस्स जओ न हाणी" इति वचनात् । ततो वरं श्रेयस्करोऽसङ्गस्तैः सहादित एवामीलक इति ॥२२२।। ટીકાર્ચ -
રિ કૃરત્તિ ... [વામીન તિ | જો તેના સંબંધી અશ-વસ્ત્રાદિ ગ્રહણ કરે તો-પાર્શ્વસ્થ આદિ સંબંધી આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે તો, વ્રતનો લોપ થાય છે; કેમ કે આધાકર્મ આદિ દોષથી દુષ્ટપણું છે અને આગમ નિષિદ્ધપણું છે અથવા તે ગ્રહણ કરે તો શરીરનો વ્યવચ્છેદ થાય; કેમ કે આહારાદિના અભાવમાં તેનો પાત છે=શરીરનો વિનાશ છે, કેવલ તેના સંબંધી વસ્ત્રાદિ ગ્રહણ નથી, તો શું છે ? એથી કહે છે – પાર્થસ્થમાં સંક્રમ પણ છે તેમની મધ્યમાં સ્થાનરૂપ વ્રતનો લોપ છે; કેમ કે ભગવાનની આજ્ઞાતા ભંગરૂપપણું છે, કેમ ભગવાનની આજ્ઞાનો ભંગ છે ? તેમાં હેતુ કહે છે – અસંક્તિોની સાથે મુનિએ વસવું, જેથી ચારિત્રની હાનિ ન થાય, એ પ્રકારનું વચન છે. તેથી અસંગ જ શ્રેયસ્કર છે–તેઓની સાથે પાર્થસ્થાદિની સાથે, પહેલેથી જ મેળાપ ન કરવો શ્રેયસ્કર છે. li૨૨૨ા. ભાવાર્થ :
ગાથા-૨૨૧માં કહ્યું કે ઉત્સુત્રને આચરતો જીવ ચીકણાં કર્મ બાંધે છે અને દુરંત સંસારમાં ભટકે છે, સૂત્ર વિરુદ્ધ લેશ પણ આચરણા ઉત્સુત્ર છે. આથી સાધુજીવનમાં કે શ્રાવકજીવનમાં જે અતિચારો થાય છે, તે પણ ઉત્સુત્ર છે. ફક્ત સુસાધુ અને સુશ્રાવક તેની નિંદા-ગહ કરીને તે ઉત્સુત્ર આચરણાની