________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૦-૨૨૧
ટીકાર્થ
ये गृहशरणप्रसक्ताः • તેષામ્ ।। જેઓ ઘરના શરણમાં પ્રસક્ત છે=સ્થાન આચ્છાદનાદિ આરંભથી યુક્ત છે, આથી જ ષટ્કાયના શત્રુ છે=પૃથ્વીકાય આદિનું મર્દન કરનારા છે, સકિંચન છે=હિરણ્ય આદિથી યુક્ત છે, અયતનાવાળા છે=ઇચ્છા પ્રમાણે મન-વચન-કાયાને પ્રવર્તાવનારા છે, તેઓ વડે કેવળ પૂર્વના ઘરને છોડીને ઘરનું સંક્રમણ કરાયું છે=લિંગગ્રહણના બહાનાથી રહેવાનું સ્થાન બદલાયું છે અને તે તેઓને મોટા અનર્થ માટે છે. II૨૨૦॥
:
૩૩૯
ભાવાર્થ :
પૂર્વની બે ગાથામાં કહ્યું તેવા મુનિઓ મુક્તિના કારણને સેવનારા છે અને જેઓ તેવી પ્રવૃત્તિ કરતા નથી, તેઓ સંયમ ગ્રહણ કર્યા પછી પણ ઘરના શરણમાં પ્રસક્ત છે અર્થાત્ શાતા માટે સ્થાન-વસ્ત્રપાત્ર આદિના આરંભ-સમારંભથી યુક્ત છે. તેથી બાહ્યથી સંયમની પડિલેહણાદિ ક્રિયા કરતા હોય શાસ્ત્રઅધ્યયનાદિ કરતા હોય તોપણ આરંભ-સમારંભની પ્રવૃત્તિથી યુક્ત હોવાથી છ કાયના શત્રુ છે; કેમ કે તે પ્રકારના આરંભ-સમારંભમાં પૃથ્વીકાય આદિની હિંસા કરે છે અને સાધુની આચરણા આવા પ્રકારની ભગવાને કહી છે, તેવો વિપરીત બોધ અન્ય જીવોને થાય છે, તેથી અન્ય જીવોને ઉન્માર્ગમાં સ્થિર કરનારા છે, તેથી તેવા યોગ્ય પણ જીવોને વિપરીત બોધ કરાવીને તેમની હિંસા કરનારા છે. વળી, તેઓ ધન આદિથી યુક્ત છે; કેમ કે સંયમનું કારણ ન હોય તેવાં સ્થાન-વસ્ત્ર આદિ જે ધારણ કરે છે તે ધન આદિ સ્વરૂપ છે અને અયતનાવાળા છે=સર્વજ્ઞના વચનાનુસાર નિયંત્રિત થઈને મનવચન-કાયાને પ્રવર્તાવનારા નથી, પરંતુ શાતા માટે મન-વચન-કાયાને પ્રવર્તાવનારા છે, કેવલ પૂર્વના ઘરને છોડીને તેઓએ નવું ઘર ઊભું કર્યું છે, તેથી સાધુવેષના ગ્રહણના બાનાથી તેઓએ સાધુને અનુકૂળ નવો ગૃહવાસ સ્વીકાર્યો છે, તે તેઓ માટે મોટા અનર્થનું કારણ છે. તેથી સંસારથી ભય પામેલા મોક્ષના અર્થી જીવે નિપુણ પ્રજ્ઞાથી મોક્ષના કારણોનું જ્ઞાન કરીને આરંભ-સમારંભની પ્રવૃત્તિથી સદા દૂર રહેવું જોઈએ, નહિ તો પૂર્વના ગૃહવાસ કરતાં પણ સંયમજીવનનો ગૃહવાસ સંસારની અધિક વિડંબનાનું કારણ બનશે. II૨૨૦II
અવતરણિકા :
यत आह
અવતરણિકાર્થ :
જે કારણથી કહે છે=ગૃહવાસનો ત્યાગ કરીને નવા ઘરના સંક્રમણને કરનારા જીવો મોટા અનર્થને પામે છે, કેમ મોટા અનર્થને પામે છે ? તેથી કહે છે
ગાથા:
उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ।। २२१।।