________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૮-૨૧૯
दत्तमित्यादिलक्षणः, चः समुच्चये, एवकारो व्यवहितः, सम्भत्स्यत इति । तथा श्रद्धानेन सहाऽऽचरणा श्रद्धानाचरणा, तस्यां नित्यं सदा उद्युक्तैषणायां निरवद्याहारगवेषणग्रहणग्रासगोचरायां स्थितो यस्तस्य भवोदधितरणमेव कारणे कार्योपचारात् किं ? जन्म मनुष्यतयोत्पत्तिः प्रव्रज्याया अपि चशब्दोऽपिशब्दार्थो व्रताङ्गीकरणरूपाया जन्म तस्यैव मोक्षाय, अन्यथा साऽप्यकिञ्चित्करीत्यर्थः, तुशब्दादनर्थकारिणी चेति । इह च चरणग्रहणे सति तपःप्रभृतीनां ग्रहणं तस्यैव व्याख्यानार्थं दर्शनग्रहणेऽपि पुनः श्रद्धानोपादानं सर्वमिदमाचरणीयम् । चरणकरणसामर्थ्याभावे तु श्रद्धेयमिति ज्ञापનાર્થમિતિ ।।૨૮-૨૧।।
ટીકાર્થ ઃ
ज्ञानादिषु જ્ઞાપનાર્થમિતિ ।। જ્ઞાનાદિમાં જે રહેલા છે, તેનો જન્મ મુક્તિ માટે છે, એ પ્રમાણે સંક્ષેપ અર્થ છે. તેમાં જ્ઞાન અવબોધરૂપ છે, તેમાં અને દર્શન=શ્રદ્ધાન, ચરણ=ક્રિયા, દર્શન અને ચરણ દર્શનચરણ છે એકવદ્ ભાવ છે તેમાં=જ્ઞાનદર્શનચારિત્રમાં તપ-અનશનાદિ, સંયમ પૃથ્વીકાયનું રક્ષણ આદિ, સમિતિઓ ઈર્યા આદિ, મન વગેરેની ગુપ્તિઓ, પ્રાયશ્ચિત્ત આલોચનાદિ અને તપસંયમ ઇત્યાદિ દ્વન્દ્વ એકવદ્ ભાવ છે તેમાં=તપ-સંયમ સમિતિ ગુપ્તિ પ્રાયશ્ચિતમાં, નિત્ય ઉઘુક્ત રહેલો એમ અન્વય છે. દમ=ચક્ષુ આદિનો નિગ્રહ, ઉત્સર્ગ=નિર્વિશેષ અનુષ્ઠાન, અપવાદ=તે જ દ્રવ્યાદિની અપેક્ષાવાળું અનુષ્ઠાન, અહીં પણ તે પ્રકારે જ દ્વન્દ્વ સમાસ છે. તેમાં=દમ ઉત્સર્ગ અપવાદમાં દ્રવ્યાદિ અભિગ્રહમાં નિત્ય ઉઘુક્ત રહેલો એમ અન્વય છે. અહીં આદિ શબ્દથી ક્ષેત્રકાલ-ભાવનું ગ્રહણ છે, તેમાં અભિગ્રહ=અનેક પ્રકારના નિયમ છે એ યદ્યુતથી બતાવે છે અમુક દ્રવ્ય કુલ્માષ=અડદ આદિ ગ્રહણ કરીશ, ઘરથી બહાર ગ્રહણ કરીશ, પોરષીમાં ગ્રહણ કરીશ, રડતી સ્ત્રી વડે અપાયેલું ગ્રહણ કરીશ ઇત્યાદિરૂપ અભિગ્રહ છે, ચ શબ્દ સમુચ્ચયમાં છે, વાર વ્યવહિત સંબંધ કરાશે=મવોષિતળ પાસે સંબંધ કરાશે.
*****
339
-
અને શ્રદ્ધાનથી સહિત આચરણા શ્રદ્ધાન આચરણા તેમાં હંમેશાં ઉઘુક્ત, એષણામાં=તિરવદ્ય આહાર ગવેષણ-ગ્રહણ-ગ્રાસ ગોચર એવી એષણામાં, રહેલો જે સાધુ છે, તેને ભવોદધિતરણ જ છે; કેમ કે કારણમાં કાર્યનો ઉપચાર છે=ભવોદધિતરણરૂપ કાર્યનું કારણ જન્મ તેમાં કાર્યનો ઉપચાર છે, જન્મ=મનુષ્યપણાથી ઉત્પત્તિ ભવોદધિતરણ છે, પ્રવ્રજ્યાનો પણ જન્મ ભવોદધિતરણ છે એમ અન્વય છે, ચ શબ્દ અપિ શબ્દના અર્થમાં છે, વ્રત અંગીકરણરૂપ પ્રવ્રજ્યાનો જન્મ તેના જ મોક્ષ માટે છે, અન્યથા=જો તેની પ્રવ્રજ્યા મોક્ષ માટે ન થાય તો, તે પણ અકિંચિત્કરી=નિરર્થક છે, તુ શબ્દથી અનર્થકારી છે–તેની પ્રવ્રજ્યા અનર્થકારી છે, અહીં ચારિત્રનું ગ્રહણ કરાયે છતે તપ વગેરેનું ગ્રહણ તેના જ વ્યાખ્યાન અર્થવાળું છે=ચારિત્રના ભેદોને સ્પષ્ટ કરવા માટે છે, દર્શનના ગ્રહણમાં પણ ફરી શ્રદ્ધાનનું ગ્રહણ સર્વ જ આ આચરવું જોઈએ. વળી, ચરણકરણના સામર્થ્યના