________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૬-૧૭
૩૩૫ પરિણમન પામતો નથી અર્થાત્ તેઓ કોઈક રીતે ધર્મ સાંભળે છે, તોપણ ધર્મમાં તેમને રુચિ થતી નથી, પરંતુ તેમની રુચિ બાહ્ય વિષયોમાં વર્તે છે, તેથી તેઓ ધર્મ કરતા નથી અને ક્લિષ્ટ કર્મોને કારણે ભોગાદિમાં સંશ્લેષ પામીને ચાર ગતિઓના પરિભ્રમણને પ્રાપ્ત કરશે. આ રીતે ભાવન કરીને પણ કલ્યાણના અર્થી જીવે ચિત્તને વિષયોથી વિમુખ કરવા યત્ન કરવો જોઈએ, જેથી અનંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય નહિ. I૧૬ના
અવતરણિકા :
ये तु कुर्वन्ति तेषां गुणमाहઅવતરણિકાર્ય :વળી જેઓ ધર્મને કરે છે તેઓના ગુણને કહે છે –
ગાથા -
पंचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं ।
कम्मरयविप्पमुक्का, सिद्धिगइमणुत्तमं पत्ता ।।२१७।। ગાથાર્થ :
પાંચે ય હિંસાદિનો ત્યાગ કરીને, અહિંસાદિ પાંરોનું ભાવથી રક્ષણ કરીને કર્મરજથી મુકાયેલા જીવો ઉત્તમ સિદ્ધિગતિને પામ્યા. Il૨૧૭ll ટીકા :
पञ्चैव हिंसादीनि उज्झित्वा परित्यज्य, पञ्चैवाहिंसाप्रभृतीनि स्पर्शनादीनि वा रक्षित्वा प्रतिपाल्य स्वगोचरेभ्यो रागद्वेषाकरणेन निवर्त्य भावात् परमार्थतः, किं ? कर्मरजोविप्रमुक्ताः सन्तः सिद्धिगतिं मोक्षमनुत्तमा वरिष्ठां प्राप्ता इति ।।२१७।। ટીકાર્ય :
પન્થવ .... પ્રાપ્ત તિ | હિંસાદિ પાંચેયને છોડીને, અહિંસા વગેરે અથવા સ્પર્શત=સ્પર્શનેન્દ્રિય, વગેરે પાંચેયને ભાવથી=પરમાર્થથી, રક્ષણ કરી=પ્રતિપાલન કરીને અથવા સ્વવિષયોથી રાગદ્વેષતા અકરણથી તિવર્તન કરીને કમરજથી મુકાયેલા છતાં અનુત્તમ એવી મોક્ષગતિને શ્રેષ્ઠ એવી મોક્ષગતિને પામ્યા. ૨૧૭ ભાવાર્થ :
જેઓ સર્વજ્ઞના વચનને સાંભળીને સંસારના પરિભ્રમણથી વિરક્ત થયા છે, તેઓ હિંસા આદિ પાંચ પાપોનો ત્યાગ કરે છે અને અહિંસા આદિ પાંચ મહાવ્રતોમાં સતત યત્ન કરે છે, પાંચ ઇન્દ્રિયોના સંવરમાં