________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૧-૨૨૨
૩૪૦
ગાથાર્થ :
ઉત્સૂત્રને આચરતો જીવ અત્યંત ચીકણા કર્મને બાંધે છે, સંસારને વધારે છે અને માયામૃષાવાદને કરે છે. II૨૨૧૫
ટીકા :
उत्सूत्रमागमनिरपेक्षमाचरन् अनुतिष्ठन् अकार्यमिति शेषः, बध्नाति कर्म सुचिक्कणं निबिडं जीवस्तदुदयात् संसारं च प्रवर्द्धयति 'मायामोसं च' त्ति मायामृषावादं च करोत्येव, चशब्दोऽवधारणे, शाठ्येन प्रथमं सूत्रोक्तं करिष्यामीति प्रतिपद्य पश्चात्तदकरणादिति ।।२२१।।
ટીકાર્ય =
उत्सूत्रमागम
અરળાવિત્તિ ।। ઉત્સૂત્રને=આગમ નિરપેક્ષ એવા અકાર્યને, આચરતો=સેવતો જીવ, અત્યંત ચીકણા કર્મને બાંધે છે અને તેના ઉદયથી સંસારને વધારે છે અને માયા-મૃષાવાદને કરે છે જ; કેમ કે શઠપણાથી પ્રથમ ‘સૂત્રોક્તને હું કરીશ' એ પ્રમાણે સ્વીકારીને પાછળથી તેનું અકરણ છે, ચ શબ્દ અવધારણમાં છે. ૨૨૧॥
ભાવાર્થ :
જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી ગાથા-૨૧૯-૨૨૦માં કહ્યું તે પ્રકારે સંયમમાં યત્ન કરતા નથી, પરંતુ પ્રમાદવશ અનુકૂળતા અનુસાર સાધુવેષમાં નવો ગૃહવાસ સ્વીકારે છે, તેઓ આગમ નિરપેક્ષ અકાર્યને આચરે છે, તે અકાર્ય સૂત્રની આજ્ઞાનુસાર નહિ હોવાથી ઉત્સૂત્રરૂપ છે; કેમ કે કરેમિ ભંતે સૂત્રથી સર્વ સાવયોગનું પચ્ચક્ખાણ કરીને તે સાવદ્ય યોગના પરિહાર પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળા થઈને સ્વમતિ અનુસાર અપવાદનું મિથ્યા આલંબન લઈને સર્વ પ્રકારનાં દેહનાં સુખો માટે પ્રયત્ન કરે છે, પરંતુ રત્નત્રયીની વૃદ્ધિમાં ઉપેક્ષાવાળા છે, તેમની સર્વ આચરણા ઉત્સૂત્રરૂપ છે, તેના દ્વારા ચીકણાં કર્મો બાંધે છે, જેનાથી સંસારની અત્યંત વૃદ્ધિ થાય છે. વળી તેમનું સંયમજીવન માયા-મૃષાવાદરૂપ છે; કેમ કે વ્રતગ્રહણકાળમાં પ્રથમ શઠપણાથી સૂત્ર અનુસાર કરીશ, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે અને પાછળથી તે પ્રતિજ્ઞા અનુસાર કરતા નથી. તેથી આત્માને ઠગવારૂપ મૃષાવાદ કરે છે, તેના ફળરૂપે દીર્ઘ સંસાર પ્રાપ્ત થાય છે. II૨૨૧
અવતરણિકા :
उत्सूत्राचरणरताश्च पार्श्वस्थादयो भवन्ति तन्मध्ये तु सुसाधुना न स्थेयम् यतस्तत्र तिष्ठन् - અવતરણિકાર્ય :
અને પાર્શ્વસ્થ આદિ ઉત્સૂત્ર આચરણામાં રત હોય છે, તેઓની મધ્યમાં સુસાધુએ રહેવું ન જોઈએ. જે કારણથી ત્યાં રહેતો શું કરે ? તે બતાવે છે
-