________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૮-૨૧૯, ૨૨૦ અભાવમાં શ્રદ્ધેય છે=ચારિત્ર ગ્રહણ કરવું ઉચિત નથી, પરંતુ ચારિત્રની શ્રદ્ધા કરવી ઉચિત છે, એ પ્રકારે જણાવવા માટે છે. ।।૨૧૮-૨૧૯।।
૩૩.
ભાવાર્થ :
જે મહાત્મા પાંચ ઇન્દ્રિયોથી સંવૃત થઈને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા છે, તેથી શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે, હંમેશાં નવા નવા શ્રુતનું અધ્યયન કરીને આત્માને જ્ઞાનથી સંપન્ન કરે છે. મૂળ ગુણરૂપ પાંચ મહાવ્રતમાં સ્થિર છે અર્થાત્ પોતાના ભાવપ્રાણોનું રક્ષણ થાય તે રીતે ષટ્કાયના પાલનાદિમાં ઉચિત યત્ન કરીને પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આ રીતે જ્ઞાનદર્શન-ચારિત્રના માર્ગને સેવતા પણ તે મહાત્મા શક્તિ અનુસાર તપમાં ઉદ્યમ કરે છે, મન-વચન-કાયાના યોગો પ્રત્યે સંયમવાળા છે, સમિતિ-ગુપ્તિમાં અપ્રમાદથી યત્ન કરનારા છે, અનાભોગથી પણ સંયમમાં સ્ખલના થાય તો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરે છે, ઇન્દ્રિયોનું સતત દમન કરે છે, ઉત્સર્ગ-અપવાદને હંમેશાં ઉચિત રીતે જોડીને પ્રવર્તે છે, સંયમજીવનમાં ભાવના ઉત્કર્ષ માટે અભિગ્રહો ગ્રહણ કરે છે, એષણામાં દોષોને ટાળે છે. આવા મહાત્માનો જન્મ સંસારસમુદ્રને તરવા માટે છે અને તેમની પ્રવ્રજ્યા પણ સંસા૨સમુદ્રથી તરવા માટે છે, પરંતુ જેઓ આ પ્રકારે યત્ન કરતા નથી, તેમનું સંયમજીવન નિષ્ફળપ્રાયઃ છે અને સંસા૨અવસ્થામાં પ્રાપ્ત થયેલો મનુષ્યભવ પણ નિષ્ફળપ્રાયઃ છે; કેમ કે ભવોદધિ તરવાના ઉપાયો જ્ઞાનાદિનું સેવન જ છે. II૨૧૮-૨૧૯ના
અવતરણિકા :
अत्रैव च व्यतिरेकमाह
અવતરણિકાર્ય :
આમાં જ વ્યતિરેકને કહે છે
ગાથા :
जे घरसरणपसत्ता, छक्कायरिउ सकिंचणा अजया ।
નવાં મોત્તૂળ ઘર, ઘરસંમાં જ્યું તેહિં ૨૦ના
ગાથાર્થ ઃ
જેઓ ઘરના શરણમાં આસક્ત છ કાયના શત્રુ હિરણ્યાદિ પરિગ્રહવાળા અયતનાવાળા છે, તેઓ વડે ઘરને છોડીને ફક્ત ઘરનું સંક્રમણ કરાયું છે. II૨૨૦મા
ટીકા ઃ
ये गृहशरणप्रसक्ताः सदनाच्छादनाद्यारम्भयुक्ता अत एव षट्कायरिपवः पृथिव्याद्युपमर्दकाः, सकिञ्चना हिरण्याद्युपेताः, अयता मुत्कलमनोवाक्कायाः, नवरं केवलं, मुक्त्वा गृहं प्राक्तनं गृहसङ्क्रमणं कृतं तैर्लिङ्गग्रहणछद्यनेति, तच्च महतेऽनर्थाय तेषाम् ।।२२० ।।